Western Times News

Gujarati News

ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક સુતોમૂનું ૮૪ વરસની વયે નિધન

મુંબઈ, બાળકોની લોકપ્રિય એનિમેશન સીરીઝ ડોરેમોન કાર્ટૂનના દિગ્દર્શક શિબાયામા સુતોમૂનું ફેંફસાના કેન્સરના કારણે ૮૪ વરસની વયે નિધન થઇ ગયું છે. ૨૦ વરસ સુધી તે આ સીરીઝ સુધી જોડાયેલા હતા.

તેમના નિધનના સમાચાર અજિયા-ડો એનિમેશ વર્કને ૧૭ માર્ચના ઘોષણા કરી હતી કે, તેમનું નિધન ૬ માર્ચના રોજ થઇ ગયું હતું.તેઓ જાપાનમાં ફાધર ઓફ નેશનલ એનિમેશન તરીકે જાણીતા હતા.

તેમણે ૧૯૭૯માં ડોરેમોન સીરીઝનુ ંદિગ્દર્શનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે આ જ ળેન્ચાઇઝ પરઆધીરિત ૨૨ ફીચર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમના અંતિમ સંસ્કારમાં વધુ લોકોને ભેગા કરવાનું પરિવારને મન ન હોવાથી તેમની અંતિમ ક્રિયામાં માત્ર પરિવારજનો જ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૨માં જાપાનના કલ્ચરલ અફેયર્સ એજન્સીએ અનિમેશનની દુનિયામાં યોગદાન માટે તેમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.