Western Times News

Gujarati News

ઈરાને યુદ્ધમાં ઈન્ટરસેપ્ટ કરેલું અમેરિકન ફાઈટર જેટ F-૩૫ ભારત ક્યારેય નહીં ખરીદે ?

File

ઈરાનની ડિફેન્સ સિસ્ટમ સામે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ નબળો પડી રહ્યો છે

નવી દિલ્હી,અમેરિકન ફિફ્થ જેનરેશન ફાઈટર જેટ F-૩૫ તેની ખરાબ ટેન્કોલોજીના કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. હાલમાં ઈરાન યુદ્ધમાં અમેરિકાના ૧૬ ફાઈટર જેટ નષ્ટ થઇ ચૂક્યા છે. ઘણા રિપોર્ટમાં તો આ ફાઈટર જેટની સંખ્યા ૨૦ બતાવવામાં આવી રહી છે. જેથી એવું સાબિત થઈ રહ્યું છે કે, ઈરાનની ડિફેન્સ સિસ્ટમ સામે દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ નબળો પડી રહ્યો છે.નોંધનીય છે કે, ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ નેવીના F-૩૫B  ફાઈટર વિમાનનું કેરળમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

બ્રિટને અમેરિકા પાસેથી F-૩૫ વિમાન ખરીદ્યું હતું. પણ છેલ્લા ૮ વર્ષમાં આ ફાઈટર જેટની ક્રેશ અથવા અકસ્માત થવાની ડઝનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.ઈઝરાયેલ – US સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન દ્વારા સ્ટિલ્થ ફાઈટર જેટ F-૩૫ને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ એ જ હ્લ-૩૫ ફાઈટર જેટ છે જેને ભારતને વેચવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ ભારતે હજી સુધી તેમાં રસ દાખવ્યો નથી. એટલું જ નહીં, જો ભારતે F-૩૫ની સાથે જોડાયેલી ઘટનાઓનું મૂલ્યાંકન કર્યું હશે તો તે અમેરિકા સાથે આ ડીલમાં આગળ નહીં વધે. સતત નબળા પ્રદર્શનને કારણે એક્સપર્ટ હ્લ-૩૫ની સરખામણી ચીનના ફાઈટર જેટ JF-૧૭ સાથે પણ કરી રહ્યા છે.

કેટલાકનું માનવું છે કે, અમેરિકન જેટ ચીનના જેટ કરતા પણ ભંગાર છે.ઉલ્લેખનીય છે કે, ચીને પણ ફિફ્થ જેનરેશનનું લડાકૂ વિમાન વિકસાવી લીધું છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ ચીન પાકિસ્તાનને આ વિમાન વેચી શકે છે. આ રેસમાં અમેરિકાનું F-૩૫ અને રશિયાનું Su-૫૭ પણ શામેલ છે. તેથી ભારતને પણ ફિફ્થ જેનરેશનના ફાઈટર જેટની જરૂર છે.

ભારતીય સુરક્ષા નિષ્ણાતો મુજબ આમાં સૌથી મહત્વનો મુદ્દો ટેન્કોલોજી ટ્રાન્સફર અને હથિયાર ઇન્ટિગ્રેશનનો છે, પરંતુ હ્લ-૩૫ની સ્ટેલ્થ અને હાર્ડવેર ખામીઓ સામે આવતા શું ખરેખર તે સ્ટેલ્થ ફાઈટર જેટ છે? અને જો તે સ્ટેલ્થ ફાઈટર જેટ છે તો ઈરાને કેવી રીતે તેને ઈન્ટરસેપ્ટ કર્યું ? આવા ઘણા પ્રશ્નો છે જે F-૩૫ની ક્ષમતાઓ પર શંકા ઉભી કરી રહ્યા છે. એટલે જ કદાચ ભારત અમેરિકન ફાઈટર જેટ F-૩૫ની ખરીદી મામલે સાવચેતી દાખવી રહ્યું છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.