Western Times News

Gujarati News

કેનેડા-ભારત સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ ઘટ્યો

૨૦૨૩માં ટ્‌›ડોએ ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આક્ષેપ લગાવ્યા હતા

કેનેડાનો ખુલાસો, દેશમાં ભારતીય એજન્ટ્‌સ કે ગુપ્ત પ્રવૃત્તિઓ સક્રિય નથી

ઓટ્ટાવા,ભારત અને કેનેડાના સંબંધોમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ ઘટ્યો છે અને બંને દેશના સંબંધો ફરી સામાન્ય થઈ રહ્યા છે. કેનેડા પોલીસના વડાએ કહ્યું હતું કે, કેનેડામાં કોઈ ગુપ્ત કે ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે અને અન્ય દેશના ઈશારે તોફાન-અત્ચાયાર સાથે હવે ભારત સરકાર સંકળાયેલી નથી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ કમિશનર માઈક દુહેમે એક ટીવી ઈન્ટરવ્યૂ દરમિયાન ભારતીય એજન્ટ્‌સ દ્વારા કેનેડામાં ચાલતી ભાંગફોડ અને દમન અંગે વાત કહ્યું હતું કે, ભારત કે તેના એજન્ટ્‌સ આવી કોઈ પ્રવૃત્તિ સાથે હવે સંકળાયેલા નથી.

પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે, વિદેશી શક્તિઓના હસ્તક્ષેપ કે અન્ય દેશના ઈશારે થતા તોફાનોને લગતી તમામ ફાઈલો અને ઉપલબ્ધ માહિતીના આધારે તેઓ માને છે કે, કેનેડામાં લોકોને હેરાન કરવા અને ઉશ્કેરવા કેટલીક શક્તિઓ કાર્યરત છે, પરંતુ ભારતનો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં કોઈ હાથ જોવા મળ્યો નથી. કેનેડા અને ભારત વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોય તેમ આ ખુલાસા પરથી જણાય છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી કેનેડા અને ભારતના સંબંધો સામાન્ય કરવા માટે બને દેશ દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. કેનેડામાં વડાપ્રધાનપદે જસ્ટિન ટ્‌›ડો હતા ત્યારે બંને દેશના સંબંધોમાં અતિશય કડવાશ આવી ગઈ હતી. ૨૦૨૩માં ટ્‌›ડોએ ખાલિસ્તાની અલગાવવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આક્ષેપ લગાવ્યા હતા. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.