Western Times News

Gujarati News

ભારતમાં 1 એપ્રિલથી મળશે વિશ્વનું સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ

નવી દિલ્હી, ભારત હવે દુનિયાના સૌથી સારા પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) મેળવવા માટે પૂર્ણ તૈયાર છે. 1 એપ્રિલથી નવા ઉત્સર્જન BS-6ને અનુકૂળ ફ્યૂલની સપ્લાઈ શરૂ કરી દીધી છે. ઈન્ડિયન ઓયલ કોરપોરેશન (IOC)ના એક વરિષ્ઠ અધિકારીઓમાં આ મહિતી આપી છે. ભારતે કારનું ઉત્સર્જન ઓછુ કરવા માટે BS-4થી ડાયરેક્ટ BS-6 માનકો પર અમલ કરવાનો નિર્ણય કર્યો હતો અને ખાલી 3 વર્ષમાં તેને અમલમાં લેવામાં આવી રહ્યું છે. સાથે ભારત એવા દેશોમાં શામેલ થઈ જશે જ્યા સૌથી સારા પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ થાય છે.

એક રીપોર્ટ અનુસારસ ઈન્ડિયન ઓયલના ચેરમેન સંજીવ સિંહે કહ્યું કે, લગભગ બધી રિફાઈનરીએ 2019ના અંત સુધી BS-6ના અનુકૂળ પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદન શરૂ કરી દીધુ છે. હવે પેટ્રોલિયમ કંપનીઓએ દેશમાં પેટ્રોલ-ડીઝલને BS-6 માનકો વાળા ફ્યૂલથી સ્થાનાતરિત કરવાની પહેલ કરી છે.

સંજીવ સિંહે કહ્યું કે, અમે 1 એપ્રિલથી BS-6 ફ્યૂલની સપ્લાય કરવા માટેના સાચા માર્ગ પર છીએ. લગભગ બધી રિફાઈનરીજ પ્લાન્ટે BS-6 ફ્યૂલની સપ્લાય શરૂ કરી દીધી છે અને આ ફ્યૂલ દેશભરના સ્ટોર ડેપોમાં પહોંચવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, ક્લીન ફ્યૂલ ભંડાર ડિપોથી પેટ્રોલ પમ્પ સુધી પહોંચવા લાગ્યું છે અને આવતા થોડા અઠવાડિયામાં ખાલી ક્લીન ફ્યૂલ જ ઉપલબ્ધ રહશે.

સંજીવસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, 1 એપ્રિલથી પેટ્રોલ પમ્પ પર ફક્ત BS-6 માનક પેટ્રોલ-ડીઝલ વેચવામાં આવશે. ભારતે 2010મા BS-3 ઉત્સર્જન માનકને અપનાવ્યું હતું.BS-3થી BS-4 સુધી પહોંચવામાં દેશને 7 વર્ષનો સમય લાગ્યો હતો. સરકારી રિફાઈનરી કંપનીઓએ નવા માનકો અનુસાર ફ્યૂલ તૈયાર કરવા માટે લગભગ 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. BS-6ના અનુકૂળ પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા ખાલી 10 ppm હોય છે. આ સીએનજીની જેમ સ્વચ્છ માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.