હોર્મુઝ સ્ટ્રેટ ૪૮ કલાકમાં ખોલ્યુ નહિં તો પરિણામ ભોગવવા પડશે: ટ્રમ્પ
ઈરાનનો ઇઝરાયલ પર ૪ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો-૩૦૦ લોકો ઘાયલ
ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમે હોર્મુઝ સ્ટ્રેટ પાસે દુશ્મનના એક F15 ફાઈટર જેટને નિશાન બનાવ્યું છે.
તહેરાન, ઈરાને ઈઝરાયલ પર રવિવાર સવારથી ૪ બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાને શનિવારથી ઈઝરાયલ પર હુમલા તેજ કરી દીધા છે. ગઈકાલે રાત્રે ઈરાને ઈઝરાયેલના બે શહેરો પર હુમલો કર્યો હતો.અહીં ઈઝરાયલનો મોટો ન્યુક્લિયર પ્લાન્ટ આવેલો છે. આ હુમલાઓમાં ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય સેવાઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં બાળકો પણ સામેલ છે.ઈરાન તરફથી આ હુમલાઓ ટ્રમ્પની ધમકી બાદ વધ્યા છે. ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે જો ૪૮ કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રવિવારે લખ્યું, ‘જો ઈરાન ૪૮ કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટને ખોલતું નથી, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તેમને તબાહ કરી દેશે અને શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.’ બેન્જામિન નેતન્યાહૂએ વિશ્વના દેશોને કહ્યું છે કે તેઓ અમેરિકા અને ઈઝરાયલ સાથે મળીને ઈરાન વિરુદ્ધની લડાઈમાં સામેલ થાય. નેતન્યાહૂએ આરોપ લગાવ્યો કે ઈરાન સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે. તેમણે આ વાત ઈઝરાયલના શહેર અરદમાં કહી, જ્યાં તાજેતરમાં જ હુમલો થયો હતો. તેમનું કહેવું છે કે કેટલાક દેશો પહેલેથી જ તેમનો સાથ આપવાની તૈયારી કરી રહ્યા છે.
ઈરાને જણાવ્યું છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે હોર્મુઝ સ્ટ્રેટ પાસે દુશ્મનના એક હ્લ-૧૫ ફાઈટર જેટને નિશાન બનાવ્યું છે. મુંબઈ સ્થિત ઈરાની કોન્સ્યુલેટના જણાવ્યા અનુસાર, આ વિમાન દેશના દક્ષિણી તટ પાસે ઈરાની હવાઈ ક્ષેત્રમાં ઘૂસ્યું હતું, ત્યારબાદ તેને ઈન્ટરસેપ્ટ કરીને સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલથી ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. રિપોટ્ર્સ અનુસાર, ઈરાનના જોઈન્ટ એર ડિફેન્સ કમાન્ડે પણ જણાવ્યું છે કે વિમાનને ટ્રેક કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી.
જોકે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે વિમાનને કેટલું નુકસાન થયું છે અથવા તે પડ્યું છે કે નહીં. અમેરિકા કે ઈઝરાયલ તરફથી પણ અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
ઈરાનના મિસાઈલ હુમલામાં ઈઝરાયલના તેલ અવીવમાં ૧૫ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી ઈમરજન્સી સેવા મેગન ડેવિડ એડોમના જણાવ્યા અનુસાર, હુમલામાં ઘાયલ થયેલા મોટાભાગના લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.
રિપોર્ટ અનુસાર, આ બેલેસ્ટિક મિસાઈલમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડ હતું, જેના કારણે અનેક નાના-નાના બોમ્બ એક મોટા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. સૌથી ગંભીર રીતે ઘાયલ એક ૫૩ વર્ષીય વ્યક્તિ છે, જેને વિસ્ફોટની ઝપેટમાં આવવાથી ઈજાઓ થઈ છે.
ઈરાને કહ્યું- વિદેશી જહાજો પરવાનગી લઈને હોર્મુઝમાંથી પસાર થઈ શકે છે ઈરાને કહ્યું છે કે વિદેશી જહાજો તેની પરવાનગી સાથે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે. આ વાત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન (ૈંર્સ્ં)માં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસવીએ કહી. બ્રિટનમાં ઈરાનના રાજદૂત અલી મૌસવીએ, મેહર ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નિયમોની સાથે સાથે ઈરાનની સાર્વભૌમત્વ અને અધિકારોનું સન્માન પણ જરૂરી છે. તેમણે કહ્યું કે ઈરાન દરિયાઈ સુરક્ષા વધારવા અને નાવિકોની સુરક્ષા માટે ૈંર્સ્ં અને અન્ય દેશો સાથે સહયોગ કરવા તૈયાર છે.
૧૪૫ મિસાઈલ અને ૨૪૬ ડ્રોન તોડી પાડયા બહેરીનની સેનાએ જણાવ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં તેણે ૧૪૫ મિસાઈલો અને ૨૪૬ ડ્રોનને ઈન્ટરસેપ્ટ કરી નષ્ટ કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની એર ડિફેન્સ પ્રણાલી સતત થઈ રહેલા હુમલાઓનો સામનો કરી રહી છે.
ઇઝરાયલની સેનાએ દક્ષિણી લેબનનમાં એક મોટા પુલ પર હુમલો કરવાની ચેતવણી જાહેર કરી છે. સેનાનું કહેવું છે કે તે કાસમિયા બ્રિજને નિશાન બનાવી શકે છે, જેથી લડાયકો અને હથિયારોની અવરજવરને રોકી શકાય.આ પુલ હાઈવેનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેના નષ્ટ થવાથી દક્ષિણી લેબનનના અનેક વિસ્તારો દેશના બાકીના ભાગોથી કપાઈ શકે છે.
રિપોર્ટ મુજબ, આ પુલને પહેલા પણ એક હુમલામાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.ઇઝરાયલની સેના એ જણાવ્યું છે કે ઉત્તરી વિસ્તાર મિસગવમાં થયેલો હુમલો રોકેટ દ્વારા કરવામાં આવ્યો હતો, નહીં કે એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલથી. સેનાના જણાવ્યા અનુસાર, લેબનન તરફથી છોડવામાં આવેલું રોકેટ બે ગાડીઓ પર પડયું હતું, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું.
આ હુમલાની જવાબદારી હિઝબુલ્લાહએ સ્વીકારી છે અને દાવો કર્યો છે કે તેણે ઇઝરાયલી સૈનિકોને નિશાન બનાવ્યા હતા. હાલમાં આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે અને સુરક્ષા દળો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ખાડી દેશો અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો ખાડી સહયોગ પરિષદ એ ઈરાનના એ આરોપોને ફગાવી દીધા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાડી દેશો સૈન્ય કાર્યવાહીમાં સામેલ છે.
