Western Times News

Gujarati News

રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPLની સૌથી મોંઘી ટીમ

નવી દિલ્હી, આઈપીએલની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાંથી એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાન રોયલ્સે સૌથી મોંઘી ટીમ બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ હવે ગત વર્ષની (૨૦૨૫ ની) ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

અબજોપતિ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના નેતૃત્વવાળા આદિત્ય બિરલા ગ્રુપ અને અન્ય રોકાણકારોના કન્સોર્ટિયમે ૧.૮ બિલિયન ડોલર એટલે કે આશરે ૧૬૮૯૬ કરોડ રૂપિયાની રેકોર્ડ-બ્રેકિંગ ડીલમાં આરસીબીને ખરીદી લીધી છે. આ સાથે જ આરસીબી હવે આઈપીએલના ૧૮ વર્ષના સમૃદ્ધ ઈતિહાસમાં વેચાયેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે.

આ ઐતિહાસિક ડીલમાં માત્ર આદિત્ય બિરલા ગ્રુપ જ એકલું નથી. કેટલાક અહેવાલો મુજબ, આ કન્સોર્ટિયમ (ગ્રુપ) માં અમેરિકાના જાણીતા સ્પોર્ટ્‌સ રોકાણકાર ડેવિડ બ્લિટ્‌ઝર, યુએસ પ્રાઈવેટ ઈÂક્વટી ફર્મ બ્લેકસ્ટોન અને ભારતની પ્રખ્યાત મીડિયા કંપની ટાઈમ્સ ઓફ ઈન્ડિયા નો પણ સમાવેશ થાય છે.

આ અગાઉ, કાલ સોમાણીની આગેવાનીવાળા ગ્રુપે ૧.૬૩ બિલિયન ડોલર (લગભગ ૧૫૩૦૦ કરોડ રૂપિયા) માં રાજસ્થાન રોયલ્સ ખરીદી હતી, પરંતુ ઇઝ્રમ્ ની ૧.૮ બિલિયન ડોલરની ડીલે તે રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

નોંધનીય છે કે, આખી દુનિયાના ક્રિકેટ ઈતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ છે. આઈપીએલના ઈતિહાસમાં ઇઝ્રમ્ અને ઇઇ એ બે જ એવી ટીમો બની છે જે ૧ અબજ ડોલરથી વધુની કિંમતે વેચાઈ હોય.

આ પહેલા વર્ષ ૨૦૨૨ માં સંજીવ ગોએન્કાએ લખનૌ સુપર જાયન્ટ્‌સને ૯૪૦ મિલિયન ડોલર (તે સમયના ૭૦૫૦ કરોડ રૂપિયા) માં ખરીદી હતી. એવું જાણવા મળ્યું છે કે આદિત્ય બિરલા ગ્રુપ અગાઉ રાજસ્થાન રોયલ્સ ખરીદવાની રેસમાં પણ હતું. પરંતુ ગયા અઠવાડિયે જ તેમણે આરસીબી માટે વિજેતા બોલી લગાવીને બાજી મારી લીધી હતી.

હવે આ નવું ગ્રુપ ડ્રિંક્સ કંપની ડિયાજીઓ (જેની પેટાકંપની યુનાઈટેડ સ્પિરિટ્‌સ છે) નું સ્થાન લેશે, જે અત્યાર સુધી ઇઝ્રમ્ ની માલિકી ધરાવતી હતી. વર્ષ ૨૦૦૮ માં જ્યારે આઈપીએલની પહેલી સિઝન શરૂ થઈ ત્યારે આરસીબીને ૧૧.૬ મિલિયન ડોલર (તે સમયના વિનિમય દર મુજબ ૪૪૬ કરોડ રૂપિયા) માં ખરીદવામાં આવી હતી અને તે બીજી સૌથી મોંઘી ટીમ હતી. આજે ૧૮ વર્ષ પછી આ ડીલ સાબિત કરે છે કે ટીમની કિંમતમાં ૧૬ ગણો જંગી વધારો થયો છે.

જોકે બિરલા પરિવાર દ્વારા કોઈ સ્પોર્ટ્‌સ ટીમ ખરીદવાનો આ પહેલો કિસ્સો છે, પરંતુ તેમની સાથે જોડાયેલા અમેરિકન ઉદ્યોગપતિ ડેવિડ બ્લિટ્‌ઝર રમતગમત ક્ષેત્રે બહુ મોટું નામ છે. તેઓ એનબીએ, એનએચએલ, અને ઈંÂગ્લશ પ્રીમિયર લીગ જેવી લીગની ઘણી વિદેશી ટીમોમાં પહેલેથી જ મોટો હિસ્સો ધરાવે છે.

એવી અપેક્ષા છે કે આ નવું માલિકી જૂથ ૨૦૨૬ ની આઈપીએલ સિઝન પૂરી થયા પછી ફ્રેન્ચાઇઝીનો સંપૂર્ણ વહીવટ પોતાના હાથમાં લેશે. આઈપીએલની ૧૯મી સિઝન ૨૮ માર્ચથી ૩૧ મે સુધી રમાવાની છે, જ્યાં ૨૦૨૫ માં પહેલી વાર ટ્રોફી જીતનાર આરસીબી પોતાનું ટાઈટલ બચાવવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.