Western Times News

Gujarati News

સતત ૬ વર્ષના બ્રેક બાદ સાઉથની ફિલ્મોમાં તબ્બૂ કરશે કમબેક

મુંબઈ, તબ્બૂ બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તેણે પોતાની કરિયર દરમિયાન વિવિધ રોલ ભજવીને પોતાની મજબૂત અભિનય ક્ષમતા સાબિત કરી છે. અભિનેત્રી હવે ઘણા વર્ષો પછી દક્ષિણ ભારતીય સિનેમામાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે.

આનાથી તેના દક્ષિણ ભારતીય ચાહકો ખુશ થયા છે. મળતી માહિતી મુજબ, તબ્બુ લાંબા વિરામ પછી એક નવા પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ સાથે દક્ષિણ ભારતીય સિનેમામાં વાપસી કરશે. આ તેની તે ઇન્ડસ્ટ્રીમાં વાપસી દર્શાવે છે જ્યાં તેણે પહેલી વાર પોતાની ઓળખ બનાવી હતી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તબ્બૂ ફિલ્મ નિર્માતા પુરી જગન્નાથની આગામી એક્શન Âથ્રલર “સ્લમડોગ ૩૩ઃ ટેમ્પલ રોડ” માં જોવા મળશે. વિજય સેતુપતિ અને સંયુક્તા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શનમાં છે અને આ વર્ષના અંતમાં રિલીઝ થવાની છે. આ પ્રોજેક્ટ તબ્બૂના સાઉથ સિનેમામાં વાપસી થઇ રહી છે, જે છેલ્લે છ વર્ષ પહેલાં “અલા વૈકુંઠપુરમુલુ” માં જોવા મળી હતી.

તબ્બૂનું અસલી નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે, તેણે હિન્દી અને પ્રાદેશિક સિનેમામાં શાનદાર કારકિર્દી બનાવી છે. ઊંડા અને અસામાન્ય ભૂમિકાઓ પસંદ કરવા માટે જાણીતી તબ્બૂએ સતત મેનસ્ટ્રીમની સફળતાને વિવેચકો દ્વારા વખાણાયેલી અભિનય સાથે સંતુલન બનાવી રાખ્યુ છે.

તેણે “હમ નૌજવાન” માં એક નાની ભૂમિકાથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તેલુગુ ફિલ્મ “કુલી નંબર ૧” માં મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું. વર્ષોથી, તેણે માચીસ, ચાંદની બાર, હૈદર, અંધાધુન અને દ્રશ્યમ ૨ જેવી ફિલ્મોમાં યાદગાર પર્ફોર્મન્સ આપ્યુ છે. તેણે પોતાના અભિનયથી અનેક અવોર્ડ મેળવ્યા છે, જેમાં બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને અનેક ફિલ્મફેર અવોર્ડ સામેલ છે. ૨૦૧૧ માં તેણે ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.