ઇમરાન ખાનને અમેરિકા સાથેની દુશ્મની કેવી રીતે ભારે પડી? સત્તા પરિવર્તન કે વિદેશી કાવતરું?
File
ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં તેના પિતાની અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે જેલમાં સત્તાવાળાઓ દ્વારા તેના પિતા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે.
ઈસ્લામાબાદ/વોશિંગ્ટન: પાકિસ્તાનના રાજકારણમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે ઉથલપાથલ જોવા મળી છે, તેના કેન્દ્રમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને અમેરિકા વચ્ચેનો વિવાદ મુખ્ય રહ્યો છે. ઇમરાન ખાને સતત આરોપ લગાવ્યો છે કે તેમને સત્તા પરથી હટાવવા પાછળ અમેરિકાનો હાથ હતો, પરંતુ આ દુશ્મની પાછળના કારણો અને તેના પરિણામો ખૂબ ઊંડા છે.
૧. ‘સાયફર’ (Cypher) વિવાદ: કથિત વિદેશી કાવતરું
ઇમરાન ખાનની મુશ્કેલીઓ ત્યારે વધી જ્યારે તેમણે એક જાહેર સભામાં સફેદ કાગળ (રાજદ્વારી પત્ર) લહેરાવીને દાવો કર્યો કે અમેરિકાએ તેમને સત્તા પરથી હટાવવાની ધમકી આપી છે.
-
શું હતો આરોપ? ઇમરાન મુજબ, અમેરિકાના દક્ષિણ એશિયાઈ મામલાઓના રાજદ્વારી ડોનાલ્ડ લુએ પાકિસ્તાની એમ્બેસેડરને કહ્યું હતું કે જો ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ સફળ રહેશે, તો પાકિસ્તાનને માફ કરી દેવામાં આવશે, અન્યથા પરિણામ ભોગવવા પડશે.
-
પરિણામ: આ ‘સાયફર’ કેસમાં ઇમરાન ખાન પર સત્તાવાર ગુપ્ત અધિનિયમ (Official Secrets Act) હેઠળ કેસ ચલાવવામાં આવ્યો અને તેમને જેલની સજા પણ થઈ.
૨. રશિયા મુલાકાત અને તટસ્થ વિદેશ નીતિ
જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો (ફેબ્રુઆરી ૨૦૨૨), ત્યારે ઇમરાન ખાન રશિયાના પ્રવાસે હતા.
-
અમેરિકા ઈચ્છતું હતું કે પાકિસ્તાન રશિયાની ટીકા કરે, પરંતુ ઇમરાન ખાને ‘Absolutly Not’ કહીને અમેરિકાને સૈન્ય મથકો આપવાની પણ ના પાડી દીધી હતી.
-
ઇમરાનની આ ‘સ્વતંત્ર વિદેશ નીતિ’ અમેરિકાને ખટકી હતી, કારણ કે પાકિસ્તાન ઐતિહાસિક રીતે અમેરિકાનું સાથી રહ્યું છે.
૩. સૈન્ય સંસ્થાન (Army) સાથેના સંબંધોમાં ખાઈ
પાકિસ્તાનમાં સત્તાનો અસલી દોર સેનાના હાથમાં હોય છે. ઇમરાન ખાનના અમેરિકા વિરોધી નિવેદનોથી પાકિસ્તાની સેના અસહજ થઈ ગઈ હતી, કારણ કે સેના અમેરિકા સાથેના સંરક્ષણ સંબંધો અને આર્થિક મદદ (F-16 પ્રોગ્રામ વગેરે) બગાડવા માંગતી નહોતી. ઇમરાન અને તત્કાલીન આર્મી ચીફ જનરલ બાજવા વચ્ચેના મતભેદોએ તેમનું પતન નિશ્ચિત કર્યું.
૪. આર્થિક સંકટ અને આંતરરાષ્ટ્રીય એકલતા
અમેરિકા સાથેના બગડતા સંબંધોને કારણે પાકિસ્તાનને IMF (International Monetary Fund) પાસેથી લોન મેળવવામાં ભારે મુશ્કેલી પડી. અમેરિકાનું IMF પર વર્ચસ્વ હોવાને કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડગમગવા લાગી, જેનો ફાયદો વિપક્ષે ઉઠાવ્યો અને અંતે અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા તેમને સત્તા પરથી હટાવવામાં આવ્યા.
આજે ઇમરાન ખાન જેલમાં છે અને તેમના પર અસંખ્ય કેસ ચાલી રહ્યા છે. અમેરિકાએ હંમેશા આ આરોપોને નકાર્યા છે, પરંતુ પાકિસ્તાની જનતાનો એક મોટો વર્ગ હજુ પણ માને છે કે ઇમરાન ખાનની ‘એન્ટી-યુએસ’ છબી જ તેમના પતનનું કારણ બની.
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં તેના પિતાની અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આરોપ લગાવ્યો છે કે જેલમાં સત્તાવાળાઓ દ્વારા તેના પિતા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે.
જિનીવામાં બોલતા કાસિમ ખાને જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ૨૦૨૩ થી જેલમાં બંધ તેના પિતા સાથે કરવામાં આવતો વ્યવહાર એ પાકિસ્તાનમાં રાજકીય દમનની વ્યાપક પદ્ધતિનું પ્રતિબિંબ છે, જે ૨૦૨૨ માં તેમને સત્તા પરથી હટાવ્યા ત્યારથી સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ઈમરાન ખાન હાલમાં અદિયાલા જેલમાં બંધ છે અને સરકારી ભેટસોગાદોના કથિત ભ્રષ્ટાચારના કેસમાં ૧૪ વર્ષની સજા ભોગવી રહ્યા છે.
આ અટકાયતને “મનસ્વી” ગણાવતા કાસિમે દાવો કર્યો હતો કે તે આંતરરાષ્ટ્રીય કાયદાનું સીધું ઉલ્લંઘન છે. તેણે આરોપ લગાવ્યો કે તેના પિતાને એકલવાયા કારાવાસ (Solitary Confinement) માં રાખવામાં આવ્યા છે, તેમને પરિવારના સભ્યો કે કાયદાકીય સલાહકારોને મળવા દેવામાં આવતા નથી અને તેમની તબીબી સંભાળમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે.
સેલિટરી કન્ફાઇનમેન્ટ (Solitary Confinement) અથવા એકાંત કારાવાસ એ જેલની સજાનો સૌથી કઠોર પ્રકાર છે. ભારતીય કાયદા મુજબ, કોઈ પણ કેદીને મનસ્વી રીતે એકાંતમાં રાખી શકાતો નથી.
તેણે કાઉન્સિલને જણાવ્યું હતું કે, “મારા પિતાનો કેસ કોઈ એકલદોકલ ઘટના નથી. તે દમનની વ્યાપક પદ્ધતિનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ છે.” તેણે રાજકીય વિરોધીઓની અટકાયત, નાગરિકોના સૈન્ય ટ્રાયલ અને પત્રકારો પરના દબાણ તરફ ઈશારો કરતા ફેબ્રુઆરી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ હોવાના દાવાઓ પણ દોહરાવ્યા હતા.
કાસિમે ઉમેર્યું હતું કે, “હું અને મારો ભાઈ રાજકીય વ્યક્તિઓ નથી… પરંતુ મારા પિતાના જીવન માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે. અમે ચૂપચાપ જોઈ શકીએ નહીં કારણ કે તેમનું સ્વાસ્થ્ય લથડી રહ્યું છે અને તેમને અમારાથી દૂર રાખવામાં આવ્યા છે.” તેણે વધુમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે સત્તાવાળાઓ દ્વારા તેના વિઝા પ્રોસેસિંગમાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, જે એક પ્રકારે “સામૂહિક સજા” સમાન છે.
