Western Times News

Gujarati News

આર્મી, નેવી અને એરફોર્સના ગેલેન્ટ્રી એવોર્ડ વિજતાઓને રેલવેની ફ્રી ટિકિટ આપવાની જાહેરાત

(એજન્સી)નવી દિલ્હી, બે દિવસ પહેલા જ રેલવેએ ટિકિટ કેન્સલેશન પર એક મોટો નિર્ણય લેતા રિફંડના નવા નિયમો લાગુ કર્યા છે. રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાના નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે વધુ એક નિર્ણય લેતા રેલવેએ લાઈફ ટાઈમ મફત મુસાફરીની ભેટ આપી છે.

રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો છે. ભારત સરકારે રેલવે છૂટછાટો અંગે એક આદેશ જાહેર કર્યો છે.

જેમાં સરકારે આર્મી, નેવી અને એરફોર્સ મેડલ ગેલેન્ટ્રી એવોર્ડ વિજતાઓને ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે, આર્મી, નેવી અને એરફોર્સ મેડલ વીરતા પુરસ્કાર વિજેતાઓને અને તેમની પત્નીઓ અને વિધવાઓને લાઈફ ટાઈમ ભારતીય રેલવેની ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ AC અને AC ચેર કાર કોચમાં ફ્રી મુસાફરીની ભેટ આપી છે.

સાથે જ પુરસ્કાર મેળવનારાઓ ઉપરાંત એક સાથીદારને પણ લાઈફ ટાઈમ ફ્રી રેલ મુસાફરીની છૂટ આપવામાં આવી છે. આ માહિતી ડિફેન્સ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. જેના દ્વારા સેના સાથે સંકળાયેલા આ લોકોને લાઈફ ટાઈમ રેલવે કોચમાં મુસાફરી કરવાનો વિશેષાધિકાર મળ્યો છે. રેલવે દિવ્યાંગ, માનસિક રીતે કમજોર અને સંપૂર્ણપણે દૃષ્ટિહીન મુસાફરોને ટ્રેન ટિકિટ પર ભાડામાં છૂટ આપે છે.

આ લોકોને જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને ૩છઝ્ર કોચમાં ૭૫% સુધીની છૂટ મેળવવા માટે હકદાર છે. રેલવે કેન્સર, થેલેસેમિયા, હૃદય રોગ, કિડની રોગ, હિમોફીલિયા, ટીબી, એઇડ્‌સ અને ઓસ્ટોમી જેવી ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને પણ ભાડામાં છૂટ આપે છે.

આ ઉપરાંત રેલવે વિદ્યાર્થીઓને પણ ટ્રેન ભાડામાં રાહત આપે છે, તેમને અલગ-અલગ કોચ ૫૦% થી ૭૫% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. અગાઉ રેલવે વરિષ્ઠ નાગરિકોને પણ ભાડામાં પણ છૂટ આપતી હતી. જો કે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન આ છૂટ બંધ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.