Western Times News

Gujarati News

બિનઉપજાવ જમીન ઉપર કાગળ પર ખેતી કરી કરમુકિત મેળવતા ખેડૂતોની મુશ્કેલી વધશે

પ્રતિકાત્મક

હવે ઈસરોના ઉપગ્રહનો ઉપયોગ કરચોરી ઝડપવામાં કરશે આવકવેરા વિભાગ

(એજન્સી)નવીદિલ્હી, દેશમાં કૃષિની આવક કરમુકત હોવાથી તેની મની લોન્ડ્રીગમાં મોટાપાયે ઉપયોગ થઈ રહયો છ.ે અને ખાસ કરીને ધનવાન લોકો પોતાની આવકાને ટેક્ષ કરમુકત કરવા માટે કૃષિની આવક બનાવીને કરજાળમાં છટકી રહયા છે. તે સમયે આવકવેરા વિભાગે આ પ્રકારે પ૦ જેટલા કેસોમાં કે જેની કૃષિ આવક શંકાસ્પદ હતી

અને તેઓએ રૂ.પ૦ લાખની વધુ આવકમાં કરમુકિત મેળવી હતી. તેઓ સામે તપાસ શરૂ કરી છે. ખાસ કરીને રૂ.એક કરોડ કે તેથી વધુની આવક વધારતા લોકોની છેલ્લા ૯ વર્ષની યાદી તૈયાર કરાઈ છે. અને તેમાં મોટા ભાગના લોકોને કૃષિની આવક દર્શાવીને જે કરમુકિત મેળવી હતી

તેની જાણ થતા જ હવે ખાસ કરીને જમીનધારકોએ પોતાની કૃષિની એક પણ પૈસાની આવક ન હોવા છતાં પણ કૃષિ ઉત્પાદન વેચ્યા હોવાના પુરાવા ઉભા કરીને આવકને કરમુકત કરી હતી. પરંતુ હવે ઈન્કમટેક્ષ વિભાગે આ પ્રકારની કરચોરી શોધવા માટે એક નવો નિયમ અજમાવ્યો છે,

અને ખાસ કરીને દેશમાં અવકાશ સંશોધન ક્ષેત્રે જાણીતી ઈન્ડીયન સ્પેસ એન્ડ રીચર્સ ઓર્ગેનાઈઝેશન જેને ઈસરો તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉપગ્રહની મદદથી ચોકકસ જમીન ઉપર કૃષિ ઉત્પાદન થયું છે. કેમ તે અંગે માહિતી મેળવશે.

ખાસ કરીને હાલમાં એક વ્યકિતએ પોતે ખેતીની જમીન વેચી હોવાનું જણાવીને કેપીટલ ગેઈન ટેકસમાં કરમુકિત મેળવી હતી. પરંતુ આ પ્રકારની કરમુકિત એવી જ કૃષિ જમીનનો મળે છે. જયારે બે વર્ષમાં ખરેખર ખેતી થઈ હોય અને તે વેચાણમાં આવ્યું હોય પરંતુ આ પ્રકારે બીનઉપજાય જમીન કે જયાં ખેતી થઈ જ ન હોય તેને કૃષિની જમીન બતાવીને ત્યાં જ રીતે વેચાણના દસ્તાવેજોના આધારે કરમુકિત મેળવાય છે.

તે માર્ગ બંધ કરવા તૈયારી છે. ઈસરોના ઉપગ્રહ એ નિશ્ચિત કરશે. કે આ જમીન કૃષિ પાક માટે લેવાય નથી. સરકાર દ્વારા ખાસ કરીને જે રીતે મોટાપાયે કૃષિ આવકનો કરમુકિત માટે ઉપયોગ થઈ રહયો છે. તેમાં ફકત ખરેખર જ જે લોકો કૃષિ આવક પર નિર્ભર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.