Western Times News

Gujarati News

શિક્ષિકાના બળાત્કાર કેસમાં નવો વળાંક વિદ્યાર્થીએ વીડિયો બનાવીને ઝેર પીધું

રાજકોટ, રાજકોટમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદમાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી બળાત્કારની ફરિયાદ બાદ, આરોપી વિદ્યાર્થીએ વીડિયો વાઇરલ કરી ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યાે છે.

યુવકે વીડિયોમાં આક્ષેપ કર્યાે છે કે, શિક્ષિકાએ તેને ‘હિડન બોયફ્રેન્ડ’ બનાવી રાખ્યો હતો અને હવે વિદેશમાં સેટ થવા માટે રૂપિયા પડાવવાના આશયથી તેને ખોટી રીતે બળાત્કારની ફરિયાદમાં ફસાવીને બદનામ કર્યાે છે. હાલ આ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વિદ્યાર્થીએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેની સામે થયેલી ફરિયાદ તદ્દન ખોટી છે. ડિવોર્સી શિક્ષિકા અન્ય વ્યક્તિ સાથે લિવ-ઇન રિલેશનમાં હોવા છતાં તેને હિડન બોયળેન્ડ તરીકે રાખતી હતી .

યુવકના જણાવ્યા અનુસાર, શિક્ષિકા તેનાથી ઉંમરમાં ૧૦ વર્ષ મોટી છે અને સમાજમાં તેની બદનામી થવા લાગતા, વિદેશ જવા માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેની પાસે પૈસાની માંગણી કરી બ્લેકમેઇલ કરવામાં આવતો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.