ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર યુધ્ધની અસર થવી ન જોઈએઃ PM મોદીની સ્પષ્ટ સૂચના
File Photo
શાકભાજી, ફળો અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવો પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યા
નવી દિલ્હી, મધ્ય પૂર્વમાં વધતા જતા યુદ્ધના તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિની ઈમરજન્સી બેઠક બોલાવીને દેશની આર્થિક સુરક્ષાની કવચ મજબૂત કરી છે.
પીએમ મોદીએ સ્પષ્ટ સૂચના આપી છે કે સરહદો બહાર ગમે તેટલી અસ્થિરતા હોય, પણ તેની માઠી અસર ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા કે જીવનશૈલી પર પડવી જોઈએ નહીં.
🔑 મુખ્ય નિર્ણયો
- જનતા પર અસર ન પડે: પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય અસ્થીરતા છતાં સામાન્ય નાગરિકોના જીવનશૈલી અને ખિસ્સા પર માઠી અસર ન થવી જોઈએ.
- ઊર્જા સુરક્ષા: પેટ્રોલિયમ અને ગેસના જથ્થાને સુરક્ષિત કરવા માટે સપ્લાય રૂટ્સ ડાયવર્સિફાય કરવા અને આયાત વધારવા સૂચના.
- જહાજોની સુરક્ષા: હોર્મુઝ સ્ટ્રેટ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પર ભારતીય જહાજોની સુરક્ષા માટે રાજદ્વારી સ્તરે ચર્ચાઓ તેજ.
- LPG/PNG ભાવ સ્થિર: રસોડાના બજેટને સ્થિર રાખવા LPG અને PNGના ભાવ હાલ યથાવત રાખવાનો નિર્ણય.
- વીજળી પુરવઠો: ઉનાળાની માંગને પહોંચી વળવા કોલસાના પરિવહન માટે રેક વધારવામાં આવ્યા અને ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સને વિશેષ છૂટછાટો.
- ખાતર પુરવઠો: યુરિયા અને DAP ખાતરનો પૂરતો સ્ટોક જાળવવા ભાર, જેથી રવી અને ખરીફ પાકને અસર ન થાય.
- ખાદ્યપદાર્થો પર નજર: શાકભાજી, ફળો અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવો પર નજર રાખવા કંટ્રોલ રૂમ સક્રિય.
- કાળાબજાર સામે કાર્યવાહી: રાજ્યોને તાકીદ કરવામાં આવી કે સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક પગલાં લેવાય.
- અફવાઓ રોકવા: સાચી માહિતી જનતા સુધી પહોંચાડવાની જવાબદારી સંબંધિત વિભાગોને સોંપાઈ.
કળષિ પ્રધાન દેશ હોવાથી પીએમ મોદીએ ખેડૂતોની ચિંતા કરતા યુરિયા અને DAP ખાતરનો પૂરતો સ્ટોક જાળવી રાખવા પર ભાર મૂકયો છે. આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ખોરવાય તો પણ રવી અને ખરીફ પાકને અસર ન થાય તે માટે ખાતર ઉત્પાદન અને આયાતનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. શાકભાજી, ફળો અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવો પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યા છે.
