Western Times News

Gujarati News

યુએઇએ ઇરાની નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો

મુંબઈ, ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુધ્ધથી ગલ્ફ દેશો સાથેના ઇરાનના સંબંધો વધુ ખરાબ થયા છે. યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)એ પોતાના દેશમાં ઇરાની નાગરિકોને પ્રવેશ ઉપર અને યુએઇથી પસાર થવા પર પ્રતિબંધ મુકયો છે.

અમીરાતની ત્રણ મુખ્ય એરલાઇન્સ -એમિરેટ્‌સ, ઇતિહાદ અને ફલાઇ દુબઇએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત કરી છે. આ નવા આદેશ અનુસાર ઇરાની પાસપોર્ટ ધારક યુએઇ આવી શકશે નહી એટલું જ નહી યુએઇના એરપોર્ટનો ઉપયોગ કરીને વિદેશમાં જઇ શકશે નહી.

જો કે જે ઇરાની નાગરિકો યુએઇનો દસ વર્ષનો ગોલ્ડન વીઝા રેસિડન્સી પરમિટ ધરાવે છે તેઓને પરમિશન આપવામાં આવશે. જો કે યુએઇના અધિકારીઓ દ્વારા આ અંગે કોઇ જ ટિપ્પણી કે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. આ ક્ષેત્રમાં ચાલતી અસ્થિરતા અને સુરક્ષા ચિંતાઓની ચિંતાઓની વચ્ચે અ પગલું આંતરરાષ્ટ્રીય યાત્રા અને કુટનીતિક સંબંધો પર અસર પડવાની શકયતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.