Western Times News

Gujarati News

ઉજ્જૈનની નિકિતા પોરવાલ મિસ વર્લ્ડ ૨૦૨૬માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

મુંબઈ, નિકિતા પોરવાલ, ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૪, ૯ આૅગસ્ટથી ૫ સપ્ટેમ્બર દરમિયાન વિયેતનામમાં યોજાનારી મિસ વર્લ્ડ ૨૦૨૬માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રતિષ્ઠિત પેજન્ટ કોન્ટેસ્ટની ૭૫મી આવૃત્તિ છે, જેમાં ૧૩૦ થી વધુ દેશોનીં સ્પર્ધકો સૌંદર્ય, પ્રતિભા અને હેતુના ભવ્ય ઉત્સવ માટે એકત્રિત થશે. નિકિતા પોરવાલ, ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૪, આ આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.

મધ્ય પ્રદેશના ઉજ્જૈનની નિકિતાએ ૧૬ આૅક્ટોબર, ૨૦૨૪ના રોજ મુંબઈમાં યોજાયેલા વાર્ષિક પેજન્ટમાં પ્રતિષ્ઠિત ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ખિતાબ જીત્યા પછી રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી હતી.ઉજ્જૈનમાં જન્મેલી અને ઉછરેલી નિકિતાએ કાર્મેલ કોનેવન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યારબાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આૅફ બરોડામાંથી સ્નાતક પદવી મેળવી હતી.

મીડિયા ક્ષેત્રમાં તેનો પ્રવેશ વહેલો થયો. તેણે ૧૮ વર્ષની ઉંમરે ટીવી એન્કર તરીકે કામ શરૂ કર્યું હતું, જ્યાં તેણે સ્ક્રીન પર પોતાની આત્મવિશ્વાસ અને કમ્યુનિકેશન સ્કિલ્સ દર્શાવી હતી.નિકિતાની થિયેટરનું બેકગ્રાઉડ પણ ધરાવે છે, તેણે ૬૦થી વધુ નાટકોમાં અભિનય કર્યાે છે અને ૨૫૦ પાનાંનું “કૃષ્ણ લીલા” નામનું પ્રોડક્શન પણ લખ્યું છે. તે એક ફીચર ફિલ્મ સાથે પણ જોડાયેલી છે, જે આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ્સમાં રજૂ થઈ ચૂકી છે અને ભારતમાં રિલીઝ થવાની છે.

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ આઇકન ઐશ્વર્યા રાયની પ્રશંસક તરીકે, નિકિતાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ઐશ્વર્યાનું સૌંદર્ય અને બુદ્ધિમતાનું સંયોજન તેને પ્રેરણા આપે છે અને તે વૈશ્વિક મંચ પર જતાં આ જ ગુણોને પોતાની અંદર વિકસાવવા ઇચ્છે છે. આ વર્ષે હનોઈમાં વિવિધ પ્રવૃત્તિઓ અને હો ચી મિન્હ સિટીમાં ભવ્ય ગ્રાન્ડ ફિનાલે યોજાશે. મિસ વર્લ્ડ કોન્ટેસ્ટનાં ૭૫ વર્ષના વારસાને ઉજવતા, આ આવૃત્તિ પેજન્ટની ઓળખરૂપ “બ્યુટી વિથ એ પર્પઝ” પહેલને આગળ વધારશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.