Western Times News

Gujarati News

સોલા સિવિલ હોસ્પિટલમાં CSR દ્વારા પ્રાપ્ત થયેલા ₹૫૫ લાખના આધુનિક તબીબી સાધનોનું લોકાર્પણ કરાયું

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત એનેસ્થેશિયા વર્કસ્ટેશન અને ડિજિટલ મોબાઇલ એક્સરે મશીન એનાયત કરાયા

અત્યાધુનિક તબીબી સાધનો દર્દીઓનું નિદાન અને સારવાર ઝડપી બનાવવા સાથે સર્જરી દરમિયાન સલામતીમાં વધારો કરશે

અમદાવાદ, જી.એમ..આર.એસ (GMERS) મેડીક્લ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ સોલા, અમદાવાદ ખાતે જનસેવાનું એક મહત્વપૂર્ણ કાર્ય સંપન્ન થયું હતું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), અમદાવાદ દ્વારા તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) એક્ટીવિટિ અંતર્ગત કુલ ૫૫.૦૦ લાખની કિંમતના અત્યાધુનિક તબીબી સાધનો સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા છે

સાધનોનું લોકાર્પણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ઉચ્ચ અધિકારીઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રસંગે હોસ્પિટલના વહીવટી અધિકારીઓ અને તબીબી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

હોસ્પિટલને પ્રાપ્ત થયેલા આધુનિક એનેસ્થેશિયા વર્કસ્ટેશન અને ડિજિટલ મોબાઇલ એક્સરે મશીન દર્દીઓનું નિદાન અને સારવાર ઝડપી બનાવવા સાથે સર્જરી દરમિયાન સલામતીમાં વધારો કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એનેસ્થેશિયા વર્કસ્ટેશનમાં સંકલિત એનેસ્થેશિયા ગેસ મશીન હોય છે, જે જટિલ સર્જરી દરમિયાન ઇન્હેલેશન એનેસ્થેટિક્સ અને વેન્ટિલેશનનું સચોટ સંચાલન કરે છે. સાથે તે દર્દીના મહત્વપૂર્ણ શારીરિક સંકેતોનું (Vital Signs) વ્યાપક મોનીટરીંગ પ્રદાન કરે છે, જે ઓપરેશન દરમિયાન સલામતીમાં વધારો કરશે.

ડિજિટલ મોબાઇલ એક્સરે મશીન એક પોર્ટેબલ મશીન હોય છે, જેના દ્વારા ગંભીર રીતે બીમાર, દિવ્યાંગ અથવા વૃદ્ધ દર્દીઓને એક્સરે રૂમ સુધી ખસેડવાની જરૂર રહેતી નથી. સ્થળ પર નિદાન કરી શકાય છે. મશીન દ્વારા ICUs, ઇમરજન્સી રૂમ અને વોર્ડમાં દર્દીના બેડ પાસે હાઇરિઝોલ્યુશન ઇમેજિંગ શક્ય બનશે. ઝડપી રિપોર્ટિંગ મશીનને સરળતાથી ખસેડી શકાતું હોવાથી તાત્કાલિક રિપોર્ટ મળશે, જેના આધારે તબીબો ઝડપથી સારવાર શરૂ કરી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.