Western Times News

Gujarati News

નિકોલના ‘બેટી બચાવો ગાર્ડન’ ને બચાવો મોટાભાગનું ઘાસ સુકાયું, સાધનો ખરાબ

(એજન્સી) અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં ઝડપથી વિકસી રહેલા નિકોલ વોર્ડમાં આવેલા બેટી બચાવો ગાર્ડન અત્યારે મ્યુનિસીપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીનો નમુનો બની ગયો છે. સવાર-સાંજ હજારો નાગરીકો જે બગીચાઓમાં યોગા અને વોકીગ માટે આવે છે. તે બગીચો અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.

બગીચાની સ્થિતી એટલી ખરાબ છે કે, છેલ્લા ૧ વર્ષથી જાળવણી ન થતા મોટાભાગની ઘાસની લોન સંપૂર્ણ સુકાઈ ગયું છે. સિનીયર સીટીઝનો માટે બેસવા માટેના બાંકડા તુટી ગયેલા છે. બાળકોમાટેના રમતના સાધનો બિસમાર થઈ ગયા હોવાથી રમવા આવતા બાળકો નિરાશા થઈને પરત જાય છે.

આ ઉપરાંત નિયમીત ટ્રીમીગ ન થવાને કારણે ઝાડાની ડાળીઓ વોકીગ ટ્રેક પર નડતરરૂપ બની રહી છે. સ્થાનીકો આક્ષેપ કર્યો છે કે ગાર્ડનની જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવે છે.

કચરાપેટીઓની સફાઈ થતી નથી. પીવાના પાણીની વ્યવસ્થા અપૂરતી છે. અને શૌચાલયોમાં ગંદકીનું સામ્રાજય હોવાથી મહિલાઓ અને બાળકો પરેશાન છે. એટલે સ્થાનીકોએ માંગ કરી છે. કે મ્યુનિ. ના ગાર્ડન વિભાગ દ્વારા આ ગાર્ડનની યોગ્ય જાળવણી કરીને બિસમાર બનેલા બાંકડા અને રમતગમતના સાધનોનું સમારકામ કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.