નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો
મુંબઈ, એપોલો હોસ્પિટલ્સ ગ્›પના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ફીક્કીના ભૂતપૂર્વ પ્રમુખ સંગીતા રેડ્ડીએ નોન-સ્ટીક કુકવેર પર એક નાના સ્ક્રેચથી પણ થતા સંભવિત સ્વાસ્થ્ય જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છેનોન-સ્ટીક કુકવેરનો સંબંધ ઝેરી “ફોરએવર કેમિકલ્સ” સાથે જોડવામાં આવે છે. જે માનવના શરીરમાં તૂટતા નથી.
એપોલો હોસ્પિટલ્સ ગ્›પના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ફીક્કીના ભૂતપૂર્વ પ્રમુખ સંગીતા રેડ્ડીએ નોન-સ્ટીક કુકવેર પર એક નાના સ્ક્રેચથી પણ થતા સંભવિત સ્વાસ્થ્ય જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. લાઈવ મિન્ટના રિપોર્ટ અનુસાર, તેમણે એક ‘એક્સ’ પોસ્ટમાં લખ્યું હતું કે “તમે ક્યારેય જાણી જોઈને તમારા પરિવારને પ્લાસ્ટિક પીરસશો નહીં અને તેમ છતાં નોન-સ્ટીક પેન પર એક નાનો સ્ક્રેચ બરાબર તે જ કરી રહ્યું હોઈ શકે છે.
દરરોજ આપણા દ્ધારા રાંધવામાં આવતા ખોરાકમાં હજારો એટલે સુધી કે લાખો અદ્રશ્ય કણો છોડી શકે છે.” આ મુદ્દાની ગંભીરતા પર પ્રકાશ પાડતા રેડ્ડીએ કહ્યું હતું કે “આ કોઈ દૂરની પર્યાવરણીય સમસ્યા નથી. તે આપણા રસોડામાં છે.
આપણા રોજિંદા જીવનમાં છે.” આ કણોમાં પીએફએએસ હોઈ શકે છે, જેને ઘણીવાર “ફોરએવર કેમિકલ્સ” તરીકે ઓળખવામાં આવે છે, જે માનવ શરીરમાં તૂટતા નથી. તેમણે કહ્યું કે “આ કેમિકલ્સનો સંબંધ કેન્સર, હોર્માેનલ અસંતુલન, વંધ્યત્વ અને રોગપ્રતિકારક વિકૃતિઓ સાથે વધુને વધુ જોડાયેલો છે.” રેડ્ડીએ આ કેમિકલ્સનો સંપર્કમાં આવનારાની વ્યાપકતા તરફ ઈશારો કર્યાે હતો અને કહ્યું હતું કે આપણામાંના મોટાભાગના લોકો પહેલાથી જ તેના સંપર્કમાં આવી ચૂક્યા છે.
સંશોધનો પરથી જાણવા મળે છે કે આ કેમિકલ્સ વિશ્વભરમાં લગભગ દરેકના લોહીના પ્રવાહમાં હાજર છે.” ૨૦૨૨માં ગ્લોબલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ રિમેડિયેશનના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે ટેફલોન-કોટેડ સપાટી પર એક જ સ્ક્રેચ ૯,૦૦૦થી વધુ માઇક્રો- અને નેનોપાર્ટિકલ્સ છોડી શકે છે.ટેફલોન-કોટેડ કુકવેર અગાઉ ૨૦૧૩ સુધી પરફ્લુરોઓક્ટેનોઇક એસિડનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હતા.
આ ૨૦૧૩ સુધી ચાલ્યું જ્યારે એક અભ્યાસમાં એ વાત સામે આવી કે તેનાથી વધુ સંપર્કમાં આવવાથી કિડની અને ટેસ્ટિકુલર કેન્સરનો ખતરો વધી જાય છે. આ ટેફ્લોન નવી પેઢીના પીએફએએસ કેમિકલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાંથી કેટલાક સમાન સ્વાસ્થ્ય ચિંતાઓ સાથે પણ સંકળાયેલા છે.
સંશોધકોએ નોંધ્યું છે કે નોન-સ્ટીક કોટિંગમાં એક નાની તિરાડ પણ હજારો સંભવિત હાનિકારક કણો મુક્ત કરી શકે છે, જેનો અંદાજ ભારે ઘસાઈ ગયેલા તવાઓ પર રસોઈ કરતી વખતે લાખો સુધી પહોંચી શકે છે.
કદાચ આપણે શું રાંધીએ છીએ તેના પર ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે’ડર ફેલાવવા કરતા જાગૃતિ પર ભાર મૂકતા તેણીએ કહ્યું હતું કે, “આ ડરની વાત નથી પરંતુ તે જાગૃતિ વિશે છે.
કારણ કે સ્વાસ્થ્ય ફક્ત હોસ્પિટલોમાં જ બનતું નથી – તે દરરોજ ઘરે, આપણે જે પસંદગીઓ કરીએ છીએ તેના દ્વારા આકાર પામે છે.”તેણીએ સૂચવ્યું કે વ્યક્તિઓેએ તેમની રસોઈ પદ્ધતિઓ અને સામગ્રી પર ફરીથી વિચાર કરવો જોઈએ. કદાચ આપણે જમવાનું બનાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ તેના પર ફરીથી ર્વિચાર કરવાનો સમય આવી ગયો છે.SS1MS
