Western Times News

Gujarati News

વિજય સાથે ડેટિંગની અફવા વચ્ચે તૃષા કૃષ્ણનને મૌન તોડ્યું

ચેન્નઈ, સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર થલપતિ વિજય સાથે ડેટિંગની અફવાને લઈ તૃષા કૃષ્ણને પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે મહત્ત્વની ચોખવટ કરી છે. તૃષા કૃષ્ણન સમયાંતરે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. આ પહેલા પણ એક્ટ્રેસનું નામ થલપતિ વિજય સાથે ચર્ચામાં રહ્યું છે.

ડેટિંગની અફવાઓની વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ચર્ચામાં છે. તૃષા કૃષ્ણ તાજેતરમાં એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી.આ સ્ટોરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પોસ્ટમાં તેમણે એવું લખ્યું હતું કે, પ્રેમ જ બધુ નથી હોતું, તેમ છતાં પ્રેમ વગર ખાસ કોઈ ચીજવસ્તુઓનો અર્થ થતો નથી. એક્ટ્રેસની આ પોસ્ટ ચર્ચામાં રહી છે.

આ સાથે, અભિનેત્રીએ એક વીડિયો પણ શેર કર્યાે. વીડિયોમાં કેપ્શન હતું, મારા જીવનના એવા તબક્કામાં છું જ્યાં,જો તમે મને કહો કે હાથી ઉડી શકે છે, તો હું તેને કોઈપણ દલીલ વિના સ્વીકારીશ. આ એટલા માટે નથી કારણ કે હું તમારી સાથે સંમત છું, પરંતુ ફક્ત એટલા માટે કે મને તમારા વિચારોની પરવાહ નથી.

વીડિયોમાં આગળ લખાણ વાંચવામાં આવ્યું કે, મેં એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે, સાચા હોવા કરતાં શાંતિ વધુ મહત્વની છે. કોઈને પોતાને સમજાવવાનો પ્રયાસ કરવા કરતાં મૌન રહેવું ઘણીવાર વધુ સારું છે.દરેકને તમારી ઊર્જાનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ નહીં. કેટલીક દલીલો ફક્ત ગેરસમજ નથી હોતી.

વિજય પણ તેના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં રહ્યો છે. થોડા દિવસો પહેલા, તેની પત્ની, સંગીતાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જેમાં અભિનેતા પર આરોપો લગાવ્યા હતા. આ બધા વચ્ચે, વિજયને અભિનેત્રી ત્રિશા સાથે અનેક કાર્યક્રમોમાં જોવા મળ્યો હતો, જેનાથી તેમના સંબંધોના સ્વરૂપ વિશે અટકળો શરૂ થઈ હતી. વિજય અને ત્રિશાએ ‘ગિલ્લી’, ‘તિરૂપાચી’, ‘આથી’ અને ‘કુરુવી’ જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ચાહકો આ ઓન-સ્ક્રીન જોડીને ખૂબ પસંદ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.