Western Times News

Gujarati News

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે શાંતિદૂત બનવા ચીનના પ્રયાસ

બેઇજિંગ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધનો વિરામ કરાવવા ચીનની મધ્યસ્થીમાં વાટાઘાટો શરૂ કરાઇ હતી અને આ વાટાઘાટો શરૂ થયાના એક સપ્તાહ બાદ પણ હજુ ચાલુ છે એમ ચીનના વિદેશમંત્રાલયે મંગળવારે કહ્યું હતું.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાઓ સફળ રહે તે માટે ચીન અત્યંત સક્રિયપણે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ વાટાઘાટો માટેની પ્રક્રિયા અમલમાં મૂકાઇ ગઇ છે અને ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે એમ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે આજે અહીં યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું.

પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર કરેલાં હવાઇ હુમલા બાદ બંને પાડોશી દેશો વચ્ચે ચીનની મધ્યસ્થી દ્વારા સૌ પ્રથમ રાજદ્વારી પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ગત ફેબ્રુઆરીના અંતે અફઘાનિસ્તાનના ગઝબ લીલ વિસ્તારમાં છુપાયેલાં ત્રાસવાદીઓનો સફાયો કરવા લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું. યુનાઇટેડ નેશન્સના નિષ્ણાતોએ કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ત્રાસવાદીઓ છુપાયા છે એવો પાકિસ્તાને કોઇપણ જાતના પુરાવા વિના દાવો કર્યાે હતો.

યુએનની માનવ અધિકાર કચેરી દ્વારા દાવો કરાયો હતો કે, પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર હુમલો કરીને યુએનના ચાર્ટરના અનુચ્છેદ ૨માં દર્શાવેલી જોગવાઇ, કે જેમાં લશ્કરી તાકાતનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે, તેનું ઉલ્લંઘન કરવા સાથે આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ ભંગ કર્યાે હતો.

તાઈવાનના ચીન સમર્થક વિપક્ષ કેએમટીના નેતા ચેંગ લી વુન મંગળવારે છ દિવસની શાંઘાઈ મુલાકાત માટે પહોંચ્યા હતા. તેઓ ચીનના પ્રમુખ શી જિનપિંગને મળી બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા વાટાઘાટો કરશે.

૨૦૧૨માં ચીનના પ્રમુખ બન્યા પછી જિનપિંગે તાઈવાનને ચીનમાં ભેળવી દેવા મથામણ શરૂ કરી છે અને તાઈવાનને અખંડ ચીનનો ભાગ ગણાવ્યું છે. તાઈવાનનો શાસક પક્ષ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી દ્વારા ચીનના આ દાવાને પડકારવામાં આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૧૪-૧૫ મેના રોજ બેઈજિંગ જઈ રહ્યા છે ત્યારે તે પૂર્વે તાઈવાનના વિપક્ષી નેતાની આ મુલાકાત ઘણી સૂચક મનાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.