Western Times News

Gujarati News

PoKમાં હજું પણ 20 કેમ્પમાં 350થી વધું આતંકી છે : સેના પ્રમુખ નરવણે

File Photo

નવી દિલ્હી, સેના પ્રમુખ મનોજ નરવણેએ કહ્યું છે  કે પાકિસ્તાન આજે પણ આતંકવાદીનું આશ્રયસ્થાન છે, સેનાનાં વડાએ દાવો કર્યો છે કે પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મિર (PoK)માં 15થી 20 આતંકી કેમ્પ હોઇ શકે છે,એટલું જ નહીં આ આતંકી કેમ્પમાં 250થી માંડીને  350થી વધું  આતંકી છે. તેમનું   કહેવું છે કે આ ફક્ત અનુમાન છે, આતંકીઓની સંખ્યા તેનાથી વધું પણ હોઇ શકે છે. તેમણે કહ્યું જો ફાયનાન્સિયલ એક્સન ટાસ્ક ફોર્સ(FATF)  તેના પર દબાણ ઉભું કરે તો તેને પોતાની નિવેદનબાજી અને આતંકી સાઠગાઠ પર વિચાર કરવો પડી શકે છે. નરવણેએ કહ્યું ખીણમાં છેલ્લા દિવસોમાં આતંકી પ્રવૃતીમાં આવેલા ઘટાડાનું એક કારણ FATF પણ હોઇ શકે છે.

FATF દ્વારા પાકને ગ્રે લિસ્ટમાં નાખવાની સંભાવના પર સેના પ્રમુખે કહ્યું ચીનને પણ આ વાતની અનુભુતી છે કે તે પોતાના સૌથી નજીકનાં દોસ્તને દરેક સમયે અને દરેક વખતે સાથ નહીં આપી શકે. સેના વડાએ કહ્યું કે અમારી પાસે પાકિસ્તાની આતંકી પ્રવૃતી અંગેના તમામ ઇનપુટ છે, પરંતું અમે જણાવી દેવા માંગીએ છિએ કે અમે પાકિસ્તાની બૈંટ કાર્યવાહીને નિષ્ફળ બનાવવા સક્ષમ છિએ,

આતંકનાં કારણે પાકિસ્તાન પર FATF દ્વાકા બ્લેક લિસ્ટ થવાનો ખતરરો તોળાઇ રહ્યો છે, પરંતું બાદમાં તેને વધું સમય આપવામાં આવ્યો. હવે કહેવામાં આવી રહ્યું છે કે તેને ગ્રે લિસ્ટમાં રાખવામાં આવી શકે છે. મલેશિયા અને તુર્કી જ એવા બે  દેશ છે,જે તેને ગ્રે લિસ્ટમાં નાખવાનો વિરોધ  કરી રહ્યા છે. પરંતું માનવામાં આવી રહ્યું છે  કે પાકિસ્તાનને તેમ છતા પણ ગ્રે લિસ્ટમાં રાખવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.