Western Times News

Gujarati News

લેબેનોન પર હુમલાના વિરોધમાં ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરી

તેહરાન ઼ બૈરુત, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલાં યુદ્ધવિરામમાં લેબેનોનનો સમાવેશ નહીં કરાયો હોવાનું જણાવી ઈઝરાયેલે લેબેનોન પર આક્રમક હુમલાં ચાલુ રાખ્યાં છે. તેણે કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારોમાં ભીષણ હુમલા કરીને ૨૫૦થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને હજારથી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ હુમલા ચાલુ રાખવા અંગે ઈઝરાયેલે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામમાં ઈરાનનું પીઠબળ ધરાવતાં હિઝબુલ્લાહ સાથેન તેની લડાઈનો સમાવેશ નથી કરાયો.

બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈઝરાયેલના વલણને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, યુદ્ધવિરામમાં હિઝબુલ્લાહના કારણે લેબેનોનનો સમાવેશ કરાયો નથી. જોકે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરી રહેલાં પાકિસ્તાનના જણાવ્યાં અનુસાર, યુદ્ધવિરામમાં લેબેનોનનો પણ સમાવેશ કરાયો છે.

એક અહેવાલ પ્રમાણે ઈઝરાયેલે ૧૦ મિનિટમાં બૈરુતમાં આવેલાં હિઝબુલ્લાહના ૧૦૦થી વધુ ટાર્ગેટ પર હુમલાં કર્યાં હતાં.યુદ્ધવિરામ માટે સંમત થયાના ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં, લેબનોનમાં ઇઝરાયેલના હુમલામાં ૨૫૪થી વધુ લોકો માર્યા ગયા બાદ ઈરાને બુધવારે ફરીથી હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે.

અમેરિકાએ આ ખાડી ખોલવાની માગણી કરી છે. અમેરિકા અને ઇઝરાયેલે દાવો કર્યાે હતો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદાની થોડી મિનિટો પહેલા જે બે અઠવાડિયાના “યુદ્ધવિરામ” પર સહમતી સધાઈ હતી, તેમાં લેબેનોન આ કરારનો ભાગ નહોતો.ઈરાને લેબેનોન પર ઇઝરાયેલના હુમલાના જવાબમાં હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે અને જણાવ્યું છે કે ઇઝરાયેલ બેરૂત પર સતત હુમલા કરીને યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે નરસંહાર કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વ તે જોઇ રહ્યું છે.

વોશિંગ્ટનઃ ઇરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામ પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે ઇરાનને લશ્કરી શસ્ત્રો સપ્લાય કરનારા દેશો પર ૫૦% ટેરિફ લાદવામાં આવશે. આવા દેશોની અમેરિકામાં આયાત થતી તમામ વસ્તુઓ પર તાકીદે ટેરિફ લાદવામાં આવશે. બુધવારે ટ્‌›થસોશિયલ મીડિયા પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે આવા દેશો તાત્કાલિક વસૂલાતને પાત્ર બનશે, જેમાં કોઈ બાકાત કે મુક્તિ નહીં હોય.

ટ્રમ્પે બીજી એક ટ્‌›થ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ઇરાન યુરેનિયમનું કોઈ સંવર્ધન કરશે નહીં. અને યુએસ શાંતિ દરખાસ્તોમાંના ૧૫ મુદ્દાઓમાંથી ઘણા મુદ્દા અંગે પહેલા જ સંમતિ સધાઈ ચુકી છે. અમેરિકા અને ઇરાન ટેરિફ અને પ્રતિબંધોમાં રાહતની ચર્ચાવિચારણા કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટ્રમ્પે વિશ્વભરના દેશો પર જંગી રિસિપ્રોકલ ટેરિફ લાદી હતી, પરંતુ ફેબ્›આરીમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. જોકે હવે વોશિંગ્ટન કલમ ૩૦૧ હેઠળની તપાસ જેવી વેપાર કાયદા હેઠળ નવેસરથી ટેરિફ લાદવા અંગેની વિચારણા કરી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.