Western Times News

Gujarati News

યુએસ-ઇરાનનો ૧૪ દિવસનો યુદ્ધવિરામ, છતાં હુમલા જારી

તેહરાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સભ્યતાનો સમૂળગો નાશ કરી દેવાની ધમકી સાથે આપેલી સમયમર્યાદાની છેલ્લી ઘડીઓ દરમિયાન રાહતના સમાચાર મળ્યા હતા.

ઈરાન, યુનાઈટેડ સ્ટેટ્‌સ અને ઈઝરાયેલ બે અઠવાડિયાના યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા. યુદ્ધ વિરામ જાહેર થયાના થોડા કલાકો બાદ બુધવારે ઈરાન અને ખાડી દેશોમાં છૂટાછવાયા હુમલા નોંધાયા હતા. યુએસના ઉપપ્રમુખ જે ડી વેન્સ આ સંધિને તકલાદી ગણાવી ચૂક્યા છે ત્યારે નવેસરથી શરૂ થયેલા હુમલાઓ વચ્ચે આ સંધિ કેટલું ટકશે તે કહેવું અઘરું છે.

યુદ્ધ વિરામની જાહેરાત થયાના થોડા સમયમાં જ બેહરિન, ઈઝરાયેલ, કુવૈત, સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ એમિરેટ્‌સમાં મિસાઈલની વો‹નગ સાઈરનો સંભળાઈ હતી. ઈરાનના લાવન ટાપુની ઓઈલ રિફાઈનરી પર હુમલા થયા હતા. આ ટાપુ પરથી ઈરાન દ્વારા ઓઈલ-ગેસની નિકાસ થાય છે.

નવા હુમલાઓ થતા પહેલા પણ સંધિ કરાર અંગે બંને પક્ષો દ્વારા અલગ-અલગ ચિત્ર રજૂ કરાયું છે. ઈરાને દાવો કર્યાે હતો કે, આ સંધિથી તેને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતં જહાજો પાસેથી ચાર્જ વસૂલ કરવાની ઔપચારિક મંજૂરી મળી છે. જો કે આ અંગેની સ્પષ્ટ વિગતો જાહેર કરાઈ ન હતી.

ઈરાને કહ્યું હતું કે, હોર્મુઝની ખાડીમાં પસાર થતા જહાજો પર ઈરાનનું સુપરવિઝન રહેશે અને ઈરાનની મંજૂરી બાદ જ જહાજ પસાર થઈ શકશે. સંધિમાં મધ્યસ્થી કરનારા પાકિસ્તાન સહિતના દેશોએ દાવો કર્યાે હતો કે, હવે લેબનોન યુદ્ધ પણ અટકી જશે. જો કે ઈઝરાયેલે લેબનોનમાં જમીની હુમલા ચાલુ રાખ્યા છે અને હિજબુલ્લાહનો સફાયો બોલાવવા મક્કમ છે. લેબનોનના પાટનગર બૈરુતને નિશાન બનાવવામાં પીછેહઠ નહીં કરવાનો ઈઝરાયેલનો ઈરાદો છે.

ઈઝરાયેલે ઈરાન સાથે યુદ્ધ વિરામને આવકાર્યું છે, પરંતુ સંધિ કરારમાં હિજબુલ્લાહ સામેની લડાઈનો સમાવેશ ન હોવાનો હુંકાર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કર્યાે છે. હિજબુલ્લાહ પર હુમલાની દરેક તકનો ઉપયોગ કરવાની તત્પરતા ઈઝરાયેલના સૈન્ય વડા ઈયાલ ઝમીરે દર્શાવી છે. ઈઝરાયેલે બુધવારે માત્ર ૧૦ મિનિટમાં લેબનોના ૧૦૦ ઠેકણાને નિશાન બનાવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. યુદ્ધ વિરામનું પાલન કરવા બાબતે હિજબુલ્લાહ તરફથી પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

અમેરિકાએ ઈરાનના મિસાઈલ તથા પરમાણુ પ્રોગ્રામને ઠપ કરી દેવાના હેતુથી આ હુમલા શરૂ કર્યા હતા, પરંતુ આ ઉદ્દેશના પરિણામ અંગે પણ કોઈ વાત બહાર આવી નથી. ઈરાનમાં કાટમાળ નીચે દટાયેલા યુરેનિયને દૂર કરવા માટે ઈરાન અને અમેરિકા સાથે કામ કરશે તેવો દાવો ટ્રમ્પે કર્યાે છે, પરંતુ ઈરાન તરફથી સમર્થન અપાયું નથી.

વિરામની સત્તાવાર જાહેરાત પછી પણ તેહરાનમાં યુદ્ધનો જુસ્સો હજુ શાંત પડ્યો નથી. સરકારની તરફેણમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અમેરિકા-ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ ઈઝરાયેલ અને યુએસના ધ્વજ સળગવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.