Western Times News

Gujarati News

કરારનું પાલન નહીં થાય ત્યાં સુધી સેના ત્યાં જ રહેશેઃ ટ્રમ્પ

ચાર્ટમાં દર્શવાયા મુજબ, જહાજોએ હવે ઈરાનની મુખ્ય ભૂમિની નજીક આવેલા લારક ટાપુ પાસેથી પસાર થવું પડશે

હોર્મુઝની ખાડીમાં બિછાવેલી સુરંગોનો ચાર્ટ જારી કરી ઈરાનની અમેરિકાને ચેતવણી

દુબઈ, ઈરાને રેવલ્યુશનરી ગાર્ડ દ્વારા હોર્મુઝની ખાડીમાં બિછાવાયેલી માઈન્સનો નકશો પ્રકાશિત કરી અમેરિકાને આડકતરો સંદેશ આપ્યો હતો. ત્રણેય દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત થઈ હોવા છતાં ઈરાન અને અમેરિકા દ્વારા યુદ્ધવિરામની શરતો અંગે વિપરીત દાવાઓ કરી રહ્યાં છે. ઈરાનનું કહેવું છે કે આ કરાર હેઠળ તે હોર્મુઝની સામુદ્રધૂની પર નિયંત્રણ રાખશે, ટોલ ટેક્સ વસૂલશે અને યુરેનિયમનું સંવર્ધન ચાલુ રાખશે.

બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ માર્ગ ખુલ્લો રહેશે અને ઈરાને તેનો યુરેનિયમ જથ્થો સોંપવો પડશે. ઈરાનીયન સમાચાર એજન્સીઝ આઈએસએનએ તથા તસ્નીમ દ્વારા જાહેર કરાયેલાં હોર્મુઝની ખાડીના ચાર્ટમાં, જહાજોના મુખ્ય અવરજવરના માર્ગ પર ફારસી ભાષામાં ‘ડેન્જર ઝોન’ દર્શાવવામાં આવ્યો છે. જોકે ઈરાનીયન રિવોલ્યુશનરી ગાડ્‌ર્સ દ્વારા આ રૂટ પરની કોઈ માઈન્સ દૂર કરાઈ છે કે નહીં તેની સ્પષ્ટતા તેમાં નથી કરાઈ.

આ રૂટમાંથી કુલ ઓઈલ અને કુદરતી ગેસનો ૨૦ ટકા જથ્થો પસાર થાય છે. ચાર્ટમાં દર્શવાયા મુજબ, જહાજોએ હવે ઈરાનની મુખ્ય ભૂમિની નજીક આવેલા લારક ટાપુ પાસેથી પસાર થવું પડશે.ડોનાલ્ડ ટ્રમ્પે આકરું વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી યુદ્ધવિરામની શરતોનું યોગ્ય પાલન નહીં થાય ત્યાં સુધી અમેરિકન નૌકાદળ ત્યાં જ રહેશે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.