Western Times News

Gujarati News

અમેરિકાનો કોર ઈન્ફ્લેશન યુદ્ધ અગાઉ જ ફેબ્રુઆરીમાં ૦.૪ ટકા વધ્યો

કોર ઈન્ફ્લેશન પણ ૦.૪% વધ્યો, શુક્રવારે રજૂ થનારા ડેટા મહત્વના બનશે

અમેરિકાનો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q4)નો જીડીપી ગ્રોથ ઘટીને ૦.૫ ટકા થયો છે

વોશિંગ્ટન, અમેરિકામાં યુદ્ધની અસર હજી હવે આવશે પરંતુ તે પહેલાં જ ગુરુવારે જાહેર થયેલા ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટાએ ચિંતા વધારી છે. કોર ઈન્ફ્લેશન ૦.૪ ટકા વધ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં ૩ ટકા હતો. જાન્યુઆરીમાં તે ૩.૧ ટકા હતો. ફેબ્રુઆરીનો ફુગાવાનો દર જાન્યુઆરીની સરખામણીમાં ૦.૪ ટકા વધીને ૨.૮ ટકા થયો છે. હવે યુદ્ધની અસર જોવાશે અને માર્ચનો ફુગાવાનો દર હજી વધુ વધશે.ફેડરલ રિઝર્વના ડેટા અનુસાર ફુગાવાનો દર ફેબ્›આરીમાં ૨.૮ ટકા રહ્યો હતો. જો આ જ રીતે ફુગાવાનો દર વધશે તો સમગ્ર વર્ષના ૨ ટકાના ફેડના ટારગેટથી ખાસ્સો વધી જશે.

યુદ્ધની અસર માર્ચ મહિનાથી જોવા મળશે. શુક્રવારે જાહેર થનારા માર્ચ મહિનાના કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં ચિત્ર વધારે સ્પષ્ટ થઈ જશે, કારણ કે ઈરાન યુદ્ધને કારણે ગેસના ભાવમાં વધારાની અસર તેમાં જોવા મળશે. અમેરિકાનો ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q4)નો જીડીપી ગ્રોથ ઘટીને ૦.૫ ટકા થયો છે. ૪૩ દિવસ સુધી સરકારમાં શટડાઉનને કારણે ગ્રોથ ઘટવો સ્વાભાવિક હતો. યુએસના વાણિજ્ય વિભાગે ગુરુવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉ મંત્રાલયે ૦.૭ ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોથ ૪.૪ ટકા હતો અને જૂન ક્વાર્ટરમાં ગ્રોથ ૩.૮ ટકા હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.