Western Times News

Gujarati News

હું સ્કૂલમાં ત્રણ વખત નાપાસ થયો હતો : અક્ષય

અક્ષયે એક શોમાં પોતાની બાળપણની યાદો તાજા કરી

અક્ષયે પ્રેક્ષકોમાં બેઠેલા પોતાનાં બાળપણના મિત્ર જીનેશનો દર્શકોને પરિચય કરાવ્યો અને બંનેએ સાથે ગાળેલા દિવસોની યાદો તાજી કરી હતી

મુંબઈ, બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે તાજેતરમાં પોતાનાં શો ‘વ્હીલ આૅફ ફોર્ચ્યુન’ના એપિસોડ દરમિયાન પોતાનાં બાળપણની મસ્તીઓ વિશે ખુલાસો કર્યાે હતો. તેણે પ્રેક્ષકોમાં બેઠેલા પોતાનાં બાળપણના મિત્ર જીનેશનો દર્શકોને પરિચય કરાવ્યો અને બંનેએ સાથે ગાળેલા દિવસોની યાદો તાજી કરી હતી.કન્ટેસ્ટન્ટ્‌સ સાથે વાતચીત દરમિયાન અક્ષય કુમારે જણાવ્યું કે તેનો મિત્ર જીનેશ દર્શકોમાં હાજર છે. તેણે કહ્યું કે તેમની મિત્રતા બાળમંદિરથી શરૂ થઈ હતી અને સૌને આશ્ચર્યમાં મૂકી દેતાં કહ્યું, “અમે લોકો કેજીથી સાથે છીએ અને કેજી થી ૯મા ધોરણ વચ્ચે અમે ત્રણ-ત્રણ વખત નાપાસ થયા છીએ.”

જ્યારે અક્ષયે જીનેશને પૂછ્યું કે તે કેમ વારંવાર ફેલ થતો હતો, ત્યારે તેણે મજેદાર જવાબ આપ્યોઃ “હું તારી સાથે ટાઇમ પાસ કરતો હતો, એટલા માટે!” આ પછી અક્ષયે મજાક આગળ વધારીને કહ્યું કે જીનેશનો મનપસંદ શોખ સાયકલ પર શહેરમાં ફરવું અને છોકરીઓને જોવોનો હતો. પરંતુ જીનેશે તરત જ મજાકને પલટાવી દીધી અને કહ્યું, “શું લાગે છે, હું આ બધું જોતો હતો?” આ સાંભળીને ત્યાં હાજર બધા જ લોકો હસી પડ્યાં હતાં.SS1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.