Western Times News

Gujarati News

AAP પાર્ટી દ્વારા અવગણના કરાતાં કાર્યકર્તાઓમાં નારાજગી

બપોરે આપ પાર્ટીએ ટિકિટ આપી અને સાંજે પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપ્યું

સુરત, પાલિકાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. બપોરે વોર્ડ નં.૧રમાં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપી દીધું હતું.

તો એ પૂર્વે પક્ષથી નારાજ પ૦૦થી વધુ કાર્યકર્તાઓએ આપ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. પાર્ટી દ્વારા તેઓની અવગણના કરવામાં આવતી હોવાના લીધે તમામ કાર્યકર્તાઓમાં લાંબા સમયથી નારાજગી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા તેમજ અન્ય અગ્રણીઓની હાજરીમાં તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

જે લોકો આપ પાર્ટીમાં જોડાયા તેમાં ર૦ર૧માં આપ પાર્ટીમાંથી ચૂંટણી લડનારા આહીર સમાજના અગ્રણી નીતાબેન બલદાણિયા તેમજ વોર્ડ નંબર- ૧માંથી ચૂંટણી લડનારા પકજ સરખેદીયા સહિતના અગ્રણીઓ સહિત મોટા વરાછાના સૃષ્ટિ વિસ્તારમાંથી અન્ય પ૦૦ લોકો પણ શામેલ છે.

ટિકિટ મળવા છતાં રાજીનામું આપનાર પ્રીતિ સાદડિયાએ આપ પાર્ટી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ભડકતી પોસ્ટ કરતા આક્ષેપ કર્યા હતા કે દિલ્હીથી આવેલા સહયોગીઓ અને પક્ષના બની બેઠેલા નોનસેન્સ હોદ્દેદારો ફકત ઉઘરાણાંમાં જ માને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.