Western Times News

Gujarati News

‘નાગિન ૭’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી

મુંબઈ, શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજોગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જોવા મળશે.પ્રિયંકા ચહર ચૌધરી અભિનીત કલર્સનો ‘નાગિન ૭’ લોકપ્રિય શો છે. હંમેશા તેના ભવ્ય કાલ્પનિક તત્વો અને રસપ્રદ પૌરાણિક કથાઓ માટે જાણીતો રહ્યો છે. આ શોએ ટેલિવિઝનના સૌથી પ્રતિષ્ઠિત ફેન્ટસી ડ્રામામાં પોતાનું સ્થાન મજબૂત રીતે જાળવી રાખ્યું છે.

એકતા કપૂરનો આ શો ઘણો પોપ્યુલર છે. ત્યારે શોમાં મોટું સરપ્રાઈઝ કોલેબ જોવા મળ્યું છે.આ વખતે શોમાં એક નવો અને અચંબિત કરનાર ટિ્‌વસ્ટ ઉમેરાયો છે. પોતાની ફિલ્મ ભૂતબંગલાના પ્રમોશનમાં વ્યસ્ત બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ શોમાં ‘નાગરાજ’ના પાત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, જે શોની કહાનીને એક નવા સ્તરે લઈ જશે. તમને જણાવી દઈએ તો ભૂતબંગલા ફિલ્મને એકતા કપૂરે જ પ્રોડ્યુસ કરી છે આથી હવે નાગિન શોમાં પણ એન્ટ્રી કરી છે.

શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજોગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જોવા મળશે.

આ જ સમયે નાગરાજ દૈવી શક્તિ તરીકે પ્રગટ થાય છે. તે માત્ર નાગિનનું રક્ષણ જ નથી કરતો, પણ તેની શક્તિ અને હેતુને ફરીથી સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતાં, વધતી દુશ્મન શક્તિઓ વચ્ચે પ્રશ્ન રહે છે કે શું આ સહાય પૂરતી સાબિત થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.