Western Times News

Gujarati News

આશા ભોંસલેના સૂરનો જાદૂ, ૧૨ હજાર ગીતો સાથે બનાવ્યો રેકોર્ડ

મુંબઈ, ભારતીય સિનેમાના સંગીતમાં આશા ભોંસલેનું વિશેષ સ્થાન છે. “આશા તાઈ”, જેમણે પોતાના ગાયનથી શ્રોતાઓના હૃદયમાં એક નવી લહેર ફેલાવી હતી, તે હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૯૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધાભારતીય સંગીત ઉદ્યોગમાં વૈવિધ્યતાની વાત આવે ત્યારે, આશા ભોંસલેનું નામ સૌથી પહેલા આવે છે.

આ દિગ્ગજ ગાયિકાએ તેમના ફિલ્મી કરિયરમાં એટલા બધા ગીતો ગાયા છે કે આ સંખ્યા સામાન્ય વ્યક્તિને પણ આશ્ચર્યચકિત કરી દેશે. સત્તાવાર આંકડાઓ અને સંગીત નિષ્ણાતો અનુસાર, આશાએ ૧૨,૦૦૦ થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.૨૦૧૧માં ગિનિસ વર્લ્ડ રેકોડ્‌ર્સે આશા ભોંસલેને સંગીત ઇતિહાસમાં “સૌથી વધુ રેકોર્ડેડ કલાકાર” તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી. તે સમય સુધીમાં, તેમણે ૧૧૦૦૦ થી વધુ સોલો, યુગલગીત અને સમૂહગીત-સમર્થિત ગીતો રેકોર્ડ કર્યા હતા.

જોકે, તેમના ચાહકો અને સંશોધકો માને છે કે, જો તેમના પ્રાદેશિક ભાષા અને બિન-ફિલ્મી ભજનોનો સમાવેશ કરવામાં આવે તો, આ આંકડો ઘણો વધારે છે.આશા ભોંસલેની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે ,તેમણે માત્ર હિન્દીમાં જ નહીં, પરંતુ મરાઠી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને અંગ્રેજી અને રશિયન સહિત ૨૦ થી વધુ ભારતીય અને વિદેશી ભાષાઓમાં પ્લેબેક ગાયું છે.

૧૯૪૩માં તેમની પહેલી ફિલ્મ “માજા બાલ” (મરાઠી) થી તેમની કારકિર્દીની શરૂઆત કરતી, આશાએ સાત દાયકા સુધી ફિલ્મ ઉદ્યોગ પર રાજ કર્યું. ૧૨ હજારથી વધુ ગીતો સાથે, તેણી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, જે ભારતીય સંગીતના ઉદયમાં તેમનું યોગદાનને સાબિત કરે છે. ૧૯૭૯માં, આશા ભોંસલેએ ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર એવોર્ડ જીત્યો.

કુલ મળીને, તેણીને ૧૮ વખત આ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં હતા. , જેમાં સાત વખત જીત મેળવી હતી. તેણીની મહેનત અને યોગદાનને માન્યતા આપતો તેમને ૨૦૦૧માં ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.