Western Times News

Gujarati News

અમદાવાદમાં ફાયર સર્વિસ ડેની ઉજવણી ૧૯૪૪ની દુર્ઘટનાને યાદ કરી શૌર્યને નમન

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા જમાલપુર ફાયર સ્ટેશન ખાતે ફાયર સર્વિસ ડેની ઉજવણી ગૌરવભેર કરવામાં આવી હતી, જેમાં ફરજ બજાવતા શહીદ થયેલા વીર ફાયરમેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે, દર વર્ષે ૧૪ એપ્રિલે ઉજવાતો આ દિવસ ૧૯૪૪માં મુંબઈના પ્રિન્સેસ વિક્ટોરિયા ડોક્ટર ખાતે થયેલી ભયાનક દુર્ઘટના એટલે કે ર્મ્દ્બહ્વટ્ઠઅ ર્ડ્ઢષ્ઠા ઈટpર્ઙ્મર્જૈહની યાદ અપાવે છે. જેમાં જીજી ર્હ્લિં જીંહી નામના જહાજમાં આગ લાગ્યા બાદ થયેલા ભયાનક વિસ્ફોટમાં અનેક જાનહાનિ થઈ હતી. આ ઘટનામાં ફરજ નિભાવતા ૬૬ બહાદુર ફાયરમેનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી, જે ફાયર સેવા ક્ષેત્રમાં શૌર્ય અને સમર્પણનું અવિસ્મરણીય પ્રતિક બની ગયું છે.

આ પ્રસંગે કાર્યક્રમ દરમિયાન શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની વીરતા અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. સાથે જ ફાયર સેફ્‌ટી અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (ફાયર), ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસરો, સ્ટેશન ફાયર ઓફિસરો તેમજ મોટી સંખ્યામાં ફાયરમેન હાજર રહ્યા હતા. આ ફાયર સર્વિસ ડેનો મુખ્ય સંદેશ “ભૂતકાળને યાદ રાખીને ભવિષ્યને સુરક્ષિત બનાવવું”છે, જે સમાજમાં સલામતી પ્રત્યે વધુ જાગૃતિ લાવવા અને આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ આપવા માટે પ્રેરણા પૂરું પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.