Western Times News

Gujarati News

નાયબ મુખ્યમંત્રીના હસ્તે “માહિતીનો અધિકાર- બે દાયકાની સફર” પુસ્તકનું વિમોચન કરાયું

ગુજરાત માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલું આ ઇન-હાઉસ પ્રકાશન RTI ક્ષેત્રે કામ કરતા કર્મયોગીઓસંશોધકો અને જનસામાન્ય માટે માર્ગદર્શિકા બની રહેશે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા વિશેષ પ્રકાશન તૈયાર કરવામાં આવ્યું

આ પુસ્તકમાં RTI એક્ટની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ૨૦૧ મહત્વપૂર્ણ ચુકાદાઓનો સમાવેશ

     અમદાવાદ ગુજસેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે આજે “માહિતીનો અધિકાર- બે દાયકાની સફર” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. માહિતી અધિકાર અધિનિયમ (RTI Act), ૨૦૦૫ને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા આ ગૌરવશાળી સફરને પ્રકાશન સ્વરૂપે આકાર આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કેવહીવટમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે માહિતીનો અધિકાર એક સશક્ત માધ્યમ સાબિત થયો છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલું આ ઇન-હાઉસ પ્રકાશન RTI ક્ષેત્રે કામ કરતા કર્મયોગીઓસંશોધકો અને જનસામાન્ય માટે માર્ગદર્શિકા બની રહેશે.

ગુજરાત માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલા આ પુસ્તકમાં RTI પ્રક્રિયા અને તેના અમલીકરણ અંગેની તલસ્પર્શી વિગતો આવરી લેવામાં આવી છેજેમાં મુખ્યત્વે માહિતી અધિકાર અધિનિયમ૨૦૦૫ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિઅધિનિયમના નિયમો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના મહત્વના હુકમોની જોગવાઈઓગુજરાત માહિતી આયોગની રચનાકાર્યપદ્ધતિ અને આંકડાકીય માહિતીસુપ્રીમ કોર્ટહાઈકોર્ટ અને વિવિધ માહિતી આયોગો દ્વારા આપવામાં આવેલા ૨૦૧ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદાઓના સંગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિમોચન કાર્યક્રમમાં માહિતી આયોગના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.