Western Times News

Gujarati News

‘ફોર્સ ૩’નો વીડિયો ગેમ સ્ટાઈલ અનાઉન્સમેન્ટ વીડિયો જાહેર કરાયો

મુંબઈ, ‘ફોર્સ ૩’માં જોન અબ્રાહમ, હર્ષવર્ધન રહાણે અને તાન્યા માનિક્ત્લા મુખ્ય ભૂમિકામાં છે, હાલ તેઓ શૂટિંગનાં પ્રથમ શેડ્યૂલમાં વ્યસ્ત છે. ખાકીઃ ધ બિહાર ચેપ્ટર અને ધ ફ્રીલાન્સર ફેમ ભવ ધૂલિયા દ્વારા ડિરેક્ટ થયેલી આ એક્શન-થ્રિલર ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ જબરદસ્ત એક્શન લઈને આવશે તેવી અપેક્ષા છે.

જોન અબ્રાહમનાં જેએ એન્ટરટેઇનમેન્ટ અને શીલ કુમારની કેરોલિના કોર્પાેરેશન દ્વારા નિર્મિત ફોર્સ ૩માં હર્ષવર્ધન રહાણે પણ જોડાયો છે. તેણે તાજેતરમાં જ બે હિટ ફિલ્મ આપી છે. જ્યારે જોન અબ્રાહમ ફરી એકવાર એસીપી યશવર્ધન સિંહના પાત્રમાં જોવા મળશે, જ્યારે રાણેનું પાત્ર હાલમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે.

બીજી તરફ, તાન્યા માનિક્ત્લા, જેણે મીરા નાયરની એ સુટેબલ બોયમાં લતા તરીકે દર્શકોને પ્રભાવિત કર્યાં હતાં, તે ફિલ્મમાં મહિલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.ફિલ્મનાં નિર્માતા અને અભિનેતા તરીકે વાત કરતા જોન અબ્રાહમે કહ્યું, “ફોર્સ હંમેશા મારા માટે ખાસ ફ્રેન્ચાઇઝી રહી છે. તેમાં એક કડકપણું અને મજબૂત ઓળખ છે, જે વર્ષાેથી દર્શકો સાથે જોડાઈ છે.

ફોર્સ ૩ સાથે અમે આ વારસાને વધુ મોટા સ્તરે આગળ લઈ જઈ રહ્યા છીએ. હું હર્ષને એક એક્શન હીરો તરીકે રજૂ કરતાં પણ ખૂબ ઉત્સાહિત છું. તેની પાસે પ્રેઝન્સ, એનર્જી અને ઉત્સાહ છે અને મને લાગે છે કે દર્શકો તેને આ અવતારમાં જોવાનું પસંદ કરશે.”હર્ષવર્ધન રહાણેએ કહ્યું, “આ ફિલ્મ મને અઘરા અને ઉગ્ર એક્શનના ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તક આપે છે.

જોન સર ખરેખર અલગ પ્રકારના કલાકાર છે અને તેમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.”ફોર્સ ૩ શીલ કુમાર, શાહબાઝ આલમ, જોન અબ્રાહમ, સંદીપ લેઝેલ અને મિન્નાક્ષી દાસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મનું લેખન સિમાબ હાશ્મીએ કર્યું છે અને સંગીત રવિ બસરૂરનું છે, જ્યારે ગીતોનાં શબ્દો ઇર્શાદ કામિલે લખ્યા છે. ફોર્સ ૩ ૧૯ માર્ચ, ૨૦૨૭ના રોજ રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.