Western Times News

Gujarati News

યુધ્ધની અસર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ પર પણ પડીઃ રોજ ભાવની વધઘટ

રિંગ બનાવીને કમાણી કરવા ઓછા માલનું વેચાણ કેમિકલ બનાવવા માટે વપરાશ કરવામાં આવતા રો મટીરિયલ્‍સમાં પણ કમાણી કરવાનો ખેલ શરૂ કરવામાં આવ્‍યો હોવાની વિગતો જાણવા મળી છે.

મુંબઈ, ઈરાનની સાથે અમેરિકા અને ઇઝરાયેલ યુદ્ધને કારણે તમામ પેટ્રોલિયમ પ્રોડક્‍ટના ભાવમાં બમણાંથી પણ વધુ વધારો થયો છે. તેમાં પણ બજારની સ્‍થિતિ હાલમાં તો એવી છે કે કેમિકલના ભાવ રોજેરોજ બદલાતા હોવાના કારણે કેમિકલનો ઓર્ડર આપતા પહેલા ભાવની પૂછપરછ કરવામાં આવે છે.

તેમજ જે પણ ઓર્ડર આપવામાં આવે તે પેટે ૧૦૦ ટકા રકમની ચુકવણી કરવામાં આવ્‍યા બાદ જ ઓર્ડર તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્‍થિતિ ક્‍યારે સુધરે તેની આશા હાલ તો કેમિકલ ઉદ્યોગકારોની સાથે સાથે ખરીદદારો પણ સેવી રહ્યા છે, કારણ કે આવી સ્‍થિતિમાં વેપાર કરવો મુશ્‍કેલ થઈ પડયો છે.

યુદ્ધ પહેલા કેમિકલનો ઓર્ડર આપવામાં આવે એટલે જે પણ ભાવે બુકિગ કરવામાં આવ્‍યું હોય તે ભાવે માલ તૈયાર કરી દેવામાં આવતો હોય છે. તેમજ એકાદ બે સપ્તાહથી લઇને કેટલાક સંજોગોમાં તો એકાદ બે મહિના સુધી ભાવમાં તફાવત આવતો નથી. સાથે સાથે નાણાંની ચુકવણી માટે પણ ૨૦ દિવસ અને તેના કરતા પણ વધુ સમય વ્‍યવહારને ધ્‍યાને રાખીને આપવામાં આવતો હતો. પરંતુ યુદ્ધને કારણે સમગ્ર સ્‍થિતિ બદલાઇ ગઇ છે.

આ કારણોસર કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓએ પણ કયા ભાવે વેપાર કરવો તે નક્કી કરી શકતા નથી. આ માટે ઓર્ડર લખતા પહેલા ભાવ નક્કી કર્યા બાદ જ તેનું બુકિગ કરવામાં આવી રહ્યું હોવાનું કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓનું કહેવું છે.

તેમજ આ પરિસ્‍થિતિ કેટલા સમય સુધી રહેશે તે પણ હાલમાં નક્કી નથી. રિંગ બનાવીને કમાણી કરવા ઓછા માલનું વેચાણ કેમિકલ બનાવવા માટે વપરાશ કરવામાં આવતા રો મટીરિયલ્‍સમાં પણ કમાણી કરવાનો ખેલ શરૂ કરવામાં આવ્‍યો હોવાની વિગતો જાણવા મળી છે.

તે માટેનું કારણ એવું છે કે પેટ્રોલિયમ પ્રોડક્‍ટના ભાવમાં વધારો થયો હોય તેવું માની શકાય છે. પરંતુ પેટ્રોલિયમ પ્રોડક્‍ટ વિના બનાવવામાં આવતા રો મટીરિયલ્‍સના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્‍યો છે.

તેમાં પણ તેઓ પાસે જેટલો પણ સ્‍ટોક હોય તે પૈકી રોજ બેથી પાંચ ટન જ માલ વેચવામાં આવે છે. જેથી બીજા દિવસે વધુ ભાવ સાથે તેનું વેચાણ કરી શકાય. આ માટે કેટલાક લોકોએ તો રિગ પણ બનાવીને વેપાર કરવાનો રસ્‍તો અપનાવવામાં આવી રહ્યો છે. જેના લીધે કેમિકલના વેપાર સાથે સંકળાયેલાઓની હાલત તો જાયે તો જાયે કહાં જેવી થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.