Western Times News

Gujarati News

અક્ષય અને વામિકાની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

ભૂત બંગલાનું ભવિષ્ય મોટા ભાગે વર્ડ-ઓફ-માઉથ પર નિર્ભર રહેશે

ફિલ્મમાં વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, સ્વર્ગસ્થ અસરાની અને અન્ય કલાકારો હશે

મુંબઈ,અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ભૂત બંગલાનું એડવાન્સ બુકિંગ સારા આંકડા પર શરૂ થયું છે. મંગળવારે સવારે, પેઇડ પ્રીવ્યૂઝથી બે દિવસ પહેલાં એડવાન્સ બૂકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને શરૂઆતનાં આંકડા ઘણા ઉત્સાહજનક છે.૧૪ એપ્રિલની મોડી રાત સુધીમાં, આ હોરર-કોમેડી ફિલ્મે ટોચની બે નેશનલ ચેઇન્સમાં મળીને પેઇડ પ્રીવ્યૂઝ અને ઓપનિંગ ડે માટે લગભગ ૧૦,૭૦૦ ટિકિટ વેચાઈ ગઈ હતી. તેમાંથી લગભગ ૮,૭૦૦ ટિકિટ પીવીઆર આઇનોક્સમાં વેચાઈ, જ્યારે સિનેપોલિસમાં લગભગ ૨,૦૦૦ ટિકિટ વેચાઈ છે.

માત્ર શુક્રવાર માટે ફિલ્મની અત્યાર સુધીમાં અંદાજે ૯,૦૦૦ ટિકિટ બૂક થઈ છે. આ સારી શરૂઆત તો છે. જોકે, અક્ષય કુમારની આ ફિલ્મને ગુરુવારથી વધુ મજબુત ગતિ મળી શકે છે જેથી વેચાણ વધુ પ્રભાવશાળી બની શકે છે. ભૂત બંગલાની રિલીઝના એક દિવસ પહેલાં તેના પેઇડ પ્રીવ્યૂઝ ગુરુવારે રાત્રે ૯ વાગ્યાથી શરૂ થશે.આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે, તેની સાથે વામિકા ગબ્બી, તબ્બુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, મિથિલા પાલકર, જિસ્સુ સેન્ગુપ્તા, સ્વર્ગસ્થ અસરાની અને અન્ય કલાકારો પણ મહત્વના રોલમાં છે. પ્રી-બૂકિંગ કેટલું આગળ જશે તે બુધવારે વેચાનારી ટિકિટ પર આધારિત રહેશે.

પ્રિયદર્શનના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ માટે દર્શકોમાં સારો ઉત્સાહ છે, તેથી દરેક કલાક સાથે તેમાં વધારો થવાની શક્યતા છે. અક્ષય કુમાર અભિનિત આ હોરર-કોમેડી ફિલ્મનું ઓપનિંગ ૧૨ કરોડથી ૧૬ કરોડની વચ્ચે રહેવાની શક્યતા છે, જેમાં ૨ થી ૩ કરોડ પેઇડ પ્રીવ્યૂઝમાંથી આવશે. ભૂત બંગલાનું ભવિષ્ય મોટા ભાગે વર્ડ-ઓફ-માઉથ પર નિર્ભર રહેશે. જો ફિલ્મ દર્શકોને ગમે, તો તેની કમાણીમાં તરત જ વધારો જોવા મળી શકે છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.