Western Times News

Gujarati News

હવે યંગ શેર્લાેક સિરિઝની સીઝન ૨ પણ આવશે

શોના ટ્રેલરે પ્રથમ ૭ દિવસમાં ૨૨૩ મિલિયન વ્યૂઝ મેળવ્યા

પ્રથમ સીરિઝે તેની પ્રથમ ૨૮ દિવસમાં ૪૫ મિલિયન દર્શકો સુધી પહોંચ મેળવી અને ૯૫થી વધુ દેશોમાં પહેલું સ્થાન મેળવ્યું

મુંબઈ,જાણીતી ડેટેક્ટિવ સ્ટોરીઝ શેર્લાેક હોમ્સની વાર્તાઓ પર પહેલાં પણ ફિલ્મો અને સિરીઝ બની ચુક્યા છે. તાજેતરમાં પ્રાઇમ વીડિયો પર તેની કૅરિઅરની શરૂઆતના કિસ્સાઓ પરની સિરીઝ યંગ શેર્લાેક આવી હતી હવે પ્રાઇમ વીડિયો દ્વારા તેની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી છે. આ સીરિઝમાં હીરો ફિએન્સ ટિફિન યુવાન શર્લાેક હોમ્સ તરીકે જોવા મળે છે, જેનું નિર્દેશન ગાય રિચ્ચીએ કર્યું છે અને આ આઈકોનિક ડિટેક્ટિવની એક્શન આધારિત ઓરિજિન સ્ટોરી રજૂ કરે છે.

રિન્યુઅલની જાહેરાત કરતા, એમેઝોન પ્રાઇમ સ્ટુડિયોઝના ગ્લોબલ ટેલિવિઝન હેડ પીટર ળિડલેન્ડરે જણાવ્યું કે આ શો વિશ્વભરના દર્શકો સાથે ગાઢ રીતે જોડાયો છે.“યંગ શેર્લાેકમાં એ ખાસ જાદુ છે, જે દુનિયાભરના લાખો ફેન્સ માત્ર એક ડિટેક્ટિવ સ્ટોરી તરીકે નથી જોઈ રહ્યા, તેઓ એક આઈકોનની શરૂઆતની સફર સાથે પ્રેમમાં પડી રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે ક્રિએટર્સે શેર્લાેકના શરૂઆતના વર્ષાેને “નવા, પરાક્રમી અને સંપૂર્ણપણે લત લગાડી દે તેવા” બનાવ્યા છે અને સાથે સાથે જેમ્સ મોરિયાર્ટીના એક મજબૂત વર્ઝનને પણ રજૂ કર્યું છે.

આ સીરિઝે તેની પ્રથમ ૨૮ દિવસમાં ૪૫ મિલિયન દર્શકો સુધી પહોંચ મેળવી અને ૯૫થી વધુ દેશોમાં પહેલું સ્થાન મેળવ્યું. કુલ દર્શકોમાં લગભગ ૬૩% આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી આવ્યા, જેમાં યુકે, ભારત, અને જર્મનીમાં મજબૂત વ્યૂઅરશિપ નોંધાઈ હતી. શોના ટ્રેલરે પ્રથમ ૭ દિવસમાં ૨૨૩ મિલિયન વ્યૂઝ મેળવ્યા, જે પ્લેટફોર્મ માટે એક રેકોર્ડ છે. પહેલી સીઝનમાં એક યુવાન અને બળવાખોર શર્લાેક હોમ્સને દર્શાવવામાં આવ્યો છે, જે જેમ્સ મોરિયાર્ટીને મળે છે અને એક હત્યાના કેસમાં ફસાઈ જાય છે, જે આગળ જઈને વૈશ્વિક સાજિશમાં ફેરવાઈ જાય છે.

સીરિઝમાં ડોનાલ ફિન, ઝાઇન સેંગ, જોસેફ ફિએન્સ, નતાશા મેકએલહોન, મેક્સ આયર્ન્સ અને કોલિન ફર્થ પણ જોવા મળે છે. ગાય રિચ્ચી સીઝન ૨નું ર્દેશન કરશે, જ્યારે મૅથ્યુ પાર્કહિલ ક્રિએટર અને શોરનર તરીકે આગળ પણ કામ કરશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.