Western Times News

Gujarati News

સની દેઓલની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા ૧૯૪૭ હોવાની ચર્ચા

પાકિસ્તાની નામને કારણે વિવાદ ટાળવા પગલું

પ્રીતિ ઝિન્ટાનું લાંબા સમય બાદ મોટા પડદે પુનરાગમન થઈ રહ્યું છે. ફિલ્મ આગામી ઓગસ્ટમાં રીલિઝ થશે

મુંબઈ, આમિર ખાનનાં પ્રોડકશન હેઠળની સની દેઓલની ફિલ્મનું ટાઈટલ બદલીને ‘બટવારા ૧૯૪૭’ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ફરી શરુ થઈ છે. મૂળ આ ફિલ્મનું ટાઈટલ ‘લાહોર ૧૯૪૭’ છે. થોડા સમય અગાઉ પણ એવી ચર્ચા ચાલી હતી કે પાકિસ્તાની ટાઈટલને લીધે વિવાદ થાય તેવી સંભાવના હોવાથી આ ફિલ્મનું ટાઈટલ બદલાઈ શકે છે. જોકે, આમિર ખાતે તે વખતે આવા અહેવાલોને ફગાવ્યા હતા.

આ ફિલ્મ મૂળ નાટક ‘જિસને લાહોર નહિ દેખા વો જન્મ્યા હી નહી’ પરથી આધારિત હોવાથી ટાઈટલમાં લાહોર નામ રહેશે તેવું ત્યારે જણાવાયું હતું. પરંતુ, હવે ફરી ચર્ચા શરુ થઈ છે કે આમિર ટાઈટલ બદલવા માટે સંમત થયો છે. આ ફિલ્મ દ્વારા સની દેઓલ અને રાજુકુમાર સંતોષી ફરી કોલબરેશન કરી રહ્યા છે. પ્રીતિ ઝિન્ટાનું લાંબા સમય બાદ મોટા પડદે પુનરાગમન થઈ રહ્યું છે. ફિલ્મ આગામી ઓગસ્ટમાં રીલિઝ થવાની છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.