Western Times News

Gujarati News

ચાંદખેડાના યુવાન વકીલ ઉમેદવાર જૈમીન સુથારનો આર્તનાદ ?!

અમદાવાદ શહેરના મ્યુનિ. કોર્પાેરેટરોની ચૂંટણી હોય કે ગુજરાત બાર કાઉન્સિલના હોદ્દેદારોની ભાવિ ચૂંટણી હોય સત્તાના વરવા રાજકારણમાં લોકશાહી મૂલ્યો અને રાજકીય આદર્શાે પર થતાં કુઠારાઘાત કોણ અટકાવશે?!

ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા કેટલાક ઉમેદવારોએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન મિશ્રા સાથે તસ્વીરો પડાવી ?! પણ કેટલાક સામે કથિત ફરિયાદનું નિરાકરણ શું ?! અને કયારે ? કઈ રીતે થશે ?!

લોકશાહી વિચારધારા એ એક જીવનની રીતી છે ! માનવીય મૂલ્યો અને સિધ્ધાંતોને ઉજાગર કરતી એ આદર્શ રાજનિતિ પણ છે. પરંતુ ભારતમાં એ સમય હતો જયારે દેશમાં ગાંધી મૂલ્યોનું અને સરદાર પટેલના આદર્શાેનું રાજ હતું ત્યારે સત્તાના રાજકારણમાં નૈતિકતા હતી ! ગુજરાત બાર કાઉન્સિલમાં પણ ગાંધી અને સરદારના મૂલ્યોનું જતન થતું હતું ! આજે કેટલું થાય છે ?! એ તો વકીલ મતદારોએ વિચારવાનું છે ! મહાત્મા ગાંધી વકીલ હતાં !

સરદાર પટેલ પણ વકીલ હતાં ! તે બાર કાઉન્સિલમાં જો ચૂંટાતા હોત તો ભાડા ભથ્થા ના લેતા હોત ! ફકત વકીલોની સેવા જ કરતા હોત ?! અને ગુજરાત બાર કાÂન્સલના રૂપિયાનું ઘણું મોટું જતન થતું હોત બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યો સામે કથિત ડીસીપ્લીનરી એકશન કમિટીમાં ફરિયાદો ના પડી હોત ?! તસ્વીર ગુજરાત બા કાઉન્સિલના ચૂંટાયેલા સભ્યોની છે!

જેમાં શ્રી એ. એ. અન્સારી, શ્રી અનિરૂધ્ધસિંહ ઝાલા તથા કેટલાક સામે કથિત ગેરવર્તનના આક્ષેપોની શાહી હજુ સુકાઈ નથી અને તેમને અપાયેલી નોટિસોનો નિકાલ નથી આવ્યો ! પરંતુ જયારે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી મનન મિશ્રા સાથે નવોદિત ચૂંટાયેલા સભ્યોએ જે રીતે તસ્વીરો પડાવી છે આ તસ્વીર વકીલ આલમમાં ભારે ચકચાર જગાવી છે ?! બાર કાઉન્સિલના ચેરમેન શ્રી મનન મિશ્રા તરફ હવે અનેક વકીલોને શ્રધ્ધા અને ભરોસો રહ્યો નથી !

કારણ કે ગુજરાત બાર કાઉન્સિલ હોય કે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હોય વકીલ મતદારો કહે છે કે, “સત્તા કે લીયે કુછ ભી કરેંગે ?!” એવો માહોલ જામ્યો છે ! ત્યારે બીજી તરફ ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા નવોદિત સભ્યો તરફ વકીલ આલમને ઉમ્મીદ અને આશા છે કે, તેઓ ગુજરાત બાર કાઉન્સિલની ગરિમા જાળવશે એટલું જ નહીં ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ સર્વ શ્રી નિમિષાબેન ધોત્રે, વંદનાબેન ભટ્ટ, પ્રતિમાબેન જોષી, હિરલબેન પાનવાલા, અમૃતાબેન ભારદ્વાજને માથે વકીલાતની વ્યવસાયિક ગરિમા ઉજાગર કરવાની પણ ભારે જવાબદારી છે તો આ મહિલા પ્રતિનિધિઓની આગામી ભૂમિકા એ ગુજરાત બાર કાઉન્સિલની દિશા અને દશા નકકી કરશે !

અત્રે એ નોંધનીય છે કે, ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ ગુજરાત બાર કાઉન્સિલમાં ચૂંટાયા પછી ચેરમેનને નામે નિવેદન કરતા નથી કે પ્રસિદ્ધિનું રાજકારણ ખેલતા નથી ! કેમ કે તેમને ખબર છે કે તેઓ હાલ ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન તરીકેનો હોદ્દો ધરાવતા નથી એ કાર્યકારી પદ પર કદાચ હોઈ શકે છે ?! જયારે ગુજરાત બાર કાઉન્સિલના ચૂંટાયેલા શ્રી અનિલભાઈ કેલ્લા આજે પણ ગુજરાત બાર કાઉન્સિલના ફાઈનાન્સ કમિટીના ચેરમેન તરીકે નિવેદનો કરે છે ! તેથી કેટલાક વકીલ મતદારો આ મુદ્દા પર નારાજગી વ્યક્ત કરે છે

અને કહેનારા તો ત્યાં સુધી કહે છે કે શ્રી અનિલભાઈ કેલ્લાના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં જવું છે માટે નિવેદનો કરતા ફરે છે ?! પરંતુ હવે શ્રી જે. જે. પટેલ કથિત માતબર રકમના ભાડા ભથ્થાં લીધેલાઓને સત્તાના સૂત્રો ના સોંપવા જોઈએ ! વકીલોના પૈસા બાર કાઉન્સિલના બચાવે એમને જ હોદ્દાઓ આપવા જોઈએ ?! જોઈએ વકીલ આલમની વેદના અને સંવેદનાનું શ્રી જે. જે. પટેલ કેટલું ધ્યાન રાખે છે ??!!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે, “જે રીતે હું ગુલામ બનવાનું પાસંદ ન કરૂં એ રીતે માલિક બનવાનું પણ પસંદ ન કરૂં”!! અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટન કહે છે કે, “સાચો માણસ લડાઈને સ્વીકારશે પણ તેનાથી ભાગશે નહીં”!! મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણી એટલે પાંચ વર્ષ માટે કરેલા કામોનો હિસાબ આપવાનો અવસર ?!

અને લોકો અંતરઆત્માના અવાજને અનુસરીને રાજકીય પક્ષની કામગીરીનું અવલોકન કરવાનો રૂડો અવસર ?! રાજકીય પક્ષોના ઉમેદવારોનું ચારિત્ર્ય તપાસી મત આપવાનો અવસર ?! પરંતુ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ! પરંતુ ગુજરાતમાં ભા.જ.પ.ના ઉમેદવારો પક્ષની પ્રતિષ્ઠા બાજુ ઉપર મુકી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માદીના નામની પ્રતિભા બાજુ પર મુકીને કેટલાક રાજકીય સ્થાપિત હિતો મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણી જીતવા તમામ માનવીય સભ્યતા ગુમાવી રહ્યાનો ચોંકાવનારા કિસ્સિાઓ અખબારોમાં પ્રકાશિત થઈ રહ્યા છે !

આવી જ ગંભીર અને ચોંકાવનારી ઘટના અમદાવાદ શહેરના ચાંદખેડા વોર્ડની બહાર આવી છે! અમદાવાદ શહેરના જાણીતા યુવા એડવોકેટ અને ઉમેદવાર શ્રી જૈમીનભાઈ સુથારે વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાત કરતા રાજકીય તાનાશાહીનો પર્દાફાશ કર્યાે છે ?!

અમદાવાદ શહેર મહાનગર પાલિકાની ચૂંટણીના ચાંદખેડા વોર્ડ નં. ર ના એડવોકેટ અને ચાંદખેડા વોર્ડના કર્મશીલ તરીકે વર્ષાેથી વકીલાત કરનાર શ્રી જૈમીનભાઈ હિમ્મતભાઈ સુથાર મ્યુનિ. કોર્પાેરેશનની ચૂંટણીમાં ઝંપલાવતા કેટલાક રાજકીય સ્થાપિત હિતોએ ભા.જ.પ. પક્ષની પ્રતિભા ખંડિત થાય અને શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિષ્ઠાને નુકશાન થાય એવી પ્રવૃત્તિ કરતા સમગ્ર વકીલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે ?!

ભારતના વડાપ્રધાન અને રાજકીય તત્વજ્ઞાની શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે, “ભારત એ એક એવો દેશ છે, જે બીજા વિષે વિચારે છે, હાથમાં તલવાર લઈને અમે કયારેય બીજાની સંસ્કૃતિ પર આક્રમણ કર્યું નથી આવું સામ્રાજયવાદી માનસ અમારા લોહીમાં જ નથી”!! આ વિચાર બીજા કોઈનો નહીં પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો છે !

તેને અનુસારવાનું બાજુ પર મુકીને ભા.જ.પ.ના કેટલાક કથિત રાજકીય મહત્વકાંક્ષી સ્થાપિત હિતો લોકશાહી માર્ગે ખેલદીલીપૂર્વક ચૂંટણી જીતવા પ્રયત્ન કરવાને બદલે ચાંદખેડા વોર્ડના જાણીતા એડવોકેટ અને યુવાન ધારાશાસ્ત્રી શ્રી જૈમીનભાઈ સુથારને “આમ આદમી પાર્ટી” ના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા તેમને ખસી જવા માટે જે રાજકીય ખેલ ખેલાયો તેનાથી સમગ્ર વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે !

શામ, દામ, દંડ ની શરમજનક રાજનિતિ અખત્યાર થતાં ફોજદારી બારના અમદાવાદ સીટી સીવીલ કોર્ટના અને અમદાવાદ ડીસ્ટ્રીકટ કોર્ટ બારના વકીલોએ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામ ઉપર ગુજરાતમાં ચૂંટણી જીતાય છે ! એવી માન્યતા પ્રવર્તે છે ! ત્યારે ચાંદખેડા વોર્ડના વોર્ડ નં. ર ના ભા.જ.પ.ના કથિત ઉમેદવારો પ્રતિસ્પર્ધી હરિફ ઉમેદવાર અને એડવોકેટ શ્રી જૈમીનભાઈ સુથારને ચૂંટણીમાંથી ખસી જવા કેટલા કથિત રાજકીય ચક્રવ્યુહ શા માટે ઘડી રહ્યાં છે ?!

ભા.જ.પ.ના કેટલાક કથિત રાજકીય સ્થાપિત હિતો શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામ પર ચૂંટણી લડવાને બદલે વગર મહેનતે અને કેટલાક ઉમેદવારોનું પોતાનું નામ નહીં ચાલે એવી દહેશતથી એડવોકેટ શ્રી જૈમીનભાઈ સુથારને ચાંદખેડા વોર્ડમાંથી ચૂંટણીના રાજકારણમાંથી ખસી જવા દબાણ કરતા હવે સમગ્ર વકીલ આલમે એક થઈ શ્રી જૈમીનભાઈ સુથારની વહારે આવવા હાંકલ કરતા ચૂંટણીમાં રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે ! કોઈપણ વકીલ કોઈનો પણ કેસ લડવા સ્વતંત્ર છે ! એ રીતે કોઈપણ વકીલ કોઈપણ રાજકીય પક્ષમાંથી ચૂંટણી લડવા સ્વતંત્ર છે ! આ સ્થાપિત હિતોએ સમજી લેવું જોઈએ !

ભા.જ.પ. લીગલ સેલના કર્મશીલ એડવોકેટ શ્રી સતીષભાઈ અગ્રવાલનું દુઃખદ અવસાન થતાં અનેક રાજકીય અગ્રણીઓ, પ્રતિષ્ઠિત ર્ડાકટરો અને ગુજરાત બાર કાઉન્સિલનાસભ્યો ઉપસ્થિત રહ્યાં !!

ભા.જ.પ. લીગલ સેલના કર્મશીલ એડવોકેટ શ્રી સતીષભાઈ અગ્રવાલનું વાહન અકસ્માતમાં અવસાન થયું છે ! તેમનું અવસાન થતાં ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન શ્રી જે. જે. પટેલ બાર કાઉન્સિલના સભ્ય શ્રી પરેશભાઈ વાઘેલા, શ્રી શંકરસિંહ ગોહિલ, શ્રી અનિલભાઈ કેલ્લા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, ભા.જ.પ. અગ્રણી શ્રી જગદીશભાઈ પંચાલ, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રતિકભાઈ શાહ,

એલીસબ્રીજના ભા.જ.પ.ના ધારાસભ્ય શ્રી અમીતભાઈ શાહ, ભા.જ.પના અગ્રણી શ્રી તથા ભા.જ.પ. સમરસ જુથના એડવોકેટ શ્રી ઓમપ્રકાશ સાંખલા, એડવોકેટ શ્રી ચંદÙમોહન રાજપૂત, એડવોકેટ શ્રી નવીનભાઈ પંચાલ, શ્રી અમિતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં ! અત્રે એ નોંધનીય છે કે, શ્રી સતીષભાઈ ના ભાઈ જે પ્રતિષ્ઠિત ગાયનેકોલોજીસ્ટ છે!

ગુજરાત બાર કાઉન્સિલના કેપ્ચર કરવા પડદા પાછળ સત્તાવાંચ્છુક સ્થાપિત હિતો સક્રીય ?! એક માસના ગેપમાં સ્થાપિત હિતોનો કથિત સીન્ડીકેંટનો ચક્રવ્યુહ જે. જે. પટેલને હંફાવશો કે સ્થાપિત હિતો તેમના કદ જેટલા વેતરાઈ જશે ?! વકીલોમાં ચકચાર ?! બ્રિટીસ વડાપ્રધાન શ્રીમતી માર્ગેિરટ થેચર

કહે છે કે, “લડાઈ જીતવા માટે તમારે એક કરતા વધુ વખત લડવા પણ ઉતરવું પડે”!! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પતી ગયે જેમ, જેમ સમય વિતતો જાય છે તેમ, તેમ કેટલાક કથિત સત્તાવાંચ્છુકોની ખ્વાઈશ વધતી જાય છે ?! સમગ્ર વકીલ આલમમાં બે મહત્વના મુદ્દાની ચકચાર ચાલે છે જેમાં એક છે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં કોણ જશે ?! બીજો મુદ્દો છે કે ગુજરાત બાર કાઉન્સિલમાં ચેરમેન કોણ બનશે ?!

તો ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો જ કહે છે કે, આગામી વિધાન સભાની ચૂંટણી ૨૦૨૭ માં આવી રહી છે અને ભા.જ.પે. શ્રી જે. જે. પટેલને માંડલ વિધાનસભાના નિરીક્ષક તરીકે મુકયા છે એટલે શ્રી જે. જે. પટેલ પુનઃ સમરસ જુથના નેતા તરીકે ચૂંટાઈ આવશે અને ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન બનશે ! દિલ્હી હવે નહીં જાય ?!

શ્રી જે. જે. પટેલને તમામ પ્રકારના સત્તાવાંચ્છુકો દ્વારા થયેલ કડવા અનુભવો પછી પણ તેઓ જોઈ રહ્યા છે કે, શ્રી જે. જે. પટેલની રાજકીય પ્રતિભાથી ડઘાઈ ગયેલા સ્થાપિત હિતો ગુજરાત બાર કાઉન્સિલમાં સત્તા હાંસલ કરવા માટે અનેક તર્ક-વિતર્ક સાથે કથિત સોગઠાબાજી ગોઠવી રહ્યાં છે ! અને કેટલાક કથિત સત્તાવાંચછુકો પડદા પાછળ એક થઈ રહ્યા છે !

કહેનારા તો ત્યાં સુધી કહે છે કે, આ અંગેનો તખ્તો ગોઠવાયો છે અને શ્રી અનિલભાઈ કેલ્લા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન બનવાનો તખ્તો તૈયાર કર્યાે છે ! ત્યારે શ્રી દિલીપભાઈ પટેલ દિલ્હી જશે કે શ્રી જે. જે. પટેલનું નાક દબાવી શ્રી અનિલભાઈ કેલ્લા દિલ્હી જશે ?! એની ચર્ચાએ સમગ્ર વકીલ આલમમાં જોર પકડયું છે ?! ત્યારે સત્તાવાંચછુકોની કથિત સીન્ડીકેંટ તોડવામાં શ્રી જે. જે. પટેલ કામીયાબ થશે ?!

કે પછી સત્તાની સોદાબાજીમાં શ્રી જે. જે. પટેલે સમાધાનકારી ભૂમિકાની રણનિતિ અખત્યાર કરવી પડશે ?! શું થશે ?! તેના તરફ સૌની મીટ છે ! પરંતુ અનેક સીનીયર વકીલો ખુલ્લેઆમ કહે છે કે, શ્રી જે. જે. પટેલ આજે નવોદિત સભ્યોની સમરસ પેનલ નહીં બનાવે તો આવતી કાલે જુના જોગીઓ શ્રી જે. જે. પટેલને સત્તાના રાજકારણમાં નડશે ?! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.