પીએમ મોદીએ ટીએમસી શાસનના અંતની હાકલ કરી
File
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુગલી નદીમાં નાવની સવારીની મજા માણી હતી
ઐતિહાસિક મતદાન બંગાળમાં સત્તા પરિવર્તનનો સંકેતઃ મોદી
કોલકતા,પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલાં ઐતિહાસિક મતદાનને ભાજપ તરફી પરિવર્તનની આંધી ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનરજીની સરકારના મહાજંગલ રાજનો અંત લાવવાનો હુંકાર કર્યાે હતો. રાજ્યમાં બીજા તબક્કાના મતદાન અગાઉ અહીં એક પછી એક જંગી ચૂંટણી સભાઓને સંબોધતા વડાપ્રધાને, રાજ્યની ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં થયેલું ૯૨ ટકા જેટલું જંગી મતદાન રાજ્યમાં સત્તા પરિવર્તનની ભાજપની હાકલનું સમર્થન કરે છે. બંગાળમાં ઘણાં લાંબા સમયથી પરિવર્તનના સંકેતો જોવા મળતાં હતાં, પરંતુ પહેલા તબક્કામાં થયેલાં જંગી મતદાને તેની પર મહોર મારી દીધી છે.
વર્ષાેથી રાજકીય દમનનો ભોગ બનેલાં બંગાળના લોકોએ પોતાના મત દ્વારા લોકશાહી પરત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બંગાળમાં ટીએમસીની સરકારે લોકશાહીના મંદિરને તેના આપખુદ શાસનથી કચડી નાખ્યું હોવાનું જણાવતાં વડાપ્રધાન મોદીએ લોકોને બીજા તબક્કામાં પણ ભાજપની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી આ મંદિર પર વિજયધ્વજ ફરકાવવાની હાકલ કરી હતી.જાધવપુર લોકસભા વિસ્તારના પાણીહાટ તથા બરુઈપુર વિસ્તારમાં રેલીઓને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે દેશને ગુલામીની સાંકળો તોડવા હાકલ કરી, તુમ મુજે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગાનો નારો આપ્યો હતો.
હાલનો સમય બંગાળ માટે નવી ક્રાંતિનો સમય છે. આ ક્રાંતિ તમારા એક મતથી આવશે. મમતા સરકાર પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લાં ૧૫ વર્ષના શાસનમાં ટીએમસીએ બંગાળને લૂંટવામાં કંઈ બાકી નથી રાખ્યું. એક પણ વિભાગને ભ્રષ્ટાચારમાંથી બાકાત નથી રાખ્યો. ટીએમસીના ભરતી કૌભાંડ, ચીટ ફંડ ળોડ્સ, કોલસા અને રેતી ખનનના કૌભાંડ, રાશન કૌભાંડ તથા કટ મની કલ્ચરે બંગાળને ખોખલું બનાવી દીધું હતું.પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુગલી નદીમાં નાવની સવારીની મજા માણી હતી.
નાવની સવારી દરમિયાન તેમણે કેમેરાથી કેટલીક તસવીરો પણ ખેંચી તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વડાપ્રધાને પશ્ચિમ બંગાળના વિકાસ અને અહીંના લોકોની સમૃદ્ધિ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, દરેક બંગાળી માટે ગંગા વિશેષ મહત્વ ધરાવે છે. ગંગાનું જળ સમગ્ર સંસ્કૃતિનું પ્રતિબિંબ છે.SS1
