Western Times News

Gujarati News

‘પેટ્રિયટ’ને સેન્સરે ૧ મે રિલીઝ પહેલાં વિલનનું નામ બદલવા કહ્યું

મુંબઈ, આવનારી મોટી મલયાલમ ફિલ્મ પેટ્રિયટ, જેમાં મોહનલાલ અને મામ્મુટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧ મેએ રિલીઝ થવાની છે, ત્યાં હવે સેન્સર બોર્ડ તરફથી છેલ્લી ક્ષણની અડચણનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગેના અહેવાલો મુજબ, સર્ટિફિકેશન મેળવવા પહેલાં મેકર્સને ફિલ્મમાં અગત્યના ફેરફાર કરવા કહેવામાં આવ્યું છે.સેન્સરે ફિલ્મના વિલનના નામ પર વાંધો ઉઠાવ્યો છે, કારણ કે તે એક રાજકારણીના પુત્રના નામ સાથે મળતું આવે છે. સેન્સરે સંભવિત વિવાદ અથવા રાજકીય સંવેદનશીલતા ટાળવા માટે પાત્રનું નામ બદલવાની સૂચના આપી છે. અહેવાલમાં આગળ જણાવાયું છે કે નામ બદલાવ સિવાય, ફિલ્મના કેટલાક દૃશ્યો પણ દૂર કરવામાં આવ્યા છે.

કેટલાક સંદર્ભાે અને નામોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સુધારા કોચીમાં લાલ મીડિયા સ્ટુડિયોમાં કરવામાં આવી રહ્યા છે, જ્યાં અપડેટેડ વર્ઝન પર કામ શરૂ થઈ ગયું છે.આ અચાનક પરિસ્થિતિ છતાં, મેકર્સ ઝડપથી ફેરફારો પૂરા કરીને સુધારેલું વર્ઝન સર્ટિફિકેશન માટે મોકલવા પ્રયત્ન કરી રહ્યા છે.

પ્રોડક્શન ટીમને આશા છે કે તેમને ટૂંક સમયમાં સેન્સર સર્ટિફિકેટ મળશે અને તેઓ ૧ મે, ૨૦૨૬ની થિયેટર રિલીઝ તારીખ જાળવી શકશે. રસપ્રદ વાત એ છે કે ૧ મે ‘પેટ્રિયટ’ની મૂળ રિલીઝ ડેટ નહોતી. આ એક્શન થ્રિલર પહેલાં ૨૩ એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ પછી ફિલ્મ મુલતવી રાખવામાં આવી હતી. પહેલા વિલંબનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નહોતું, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ સર્ટિફિકેશન સંબંધિત મુદ્દાઓ તેનું કારણ હોઈ શકે છે.

મહેશ નારાયણન દ્વારા ડિરેક્ટ થયેલી પેટ્રિયટ આ વર્ષની સૌથી વધુ અપેક્ષિત મલયાલમ ફિલ્મોમાંની એક છે. આ સ્પાય એક્શન થ્રિલરનું લેખન, સહ-સંપાદન અને નિર્દેશન નારાયણન દ્વારા કરવામાં આવ્યું છે અને એન્ટો જોસેફ અને કે. જી. અનિલ કુમાર દ્વારા પ્રોડ્યુસ થઈ છે. ફિલ્મમાં મામ્મુટ્ટી, મોહનલાલ, ફહાદ ફાઝિલ, કુંચાક્કો બોબન, નયનતારા અને રેવતી સહિતની સ્ટાર-સ્ટડેડ કાસ્ટ છે. આ મજબૂત સ્ટારકાસ્ટને કારણે ફિલ્મને લઈને સિનેમા પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.