Western Times News

Gujarati News

‘આખરી સવાલ’ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ સાથે રિલીઝ થનાર પ્રથમ હિન્દી ફિલ્મ બનશે

મુંબઈ, સંજય દત્ત અભિનિત આખરી સવાલ હવે એક ખાસ કારણસર ચર્ચામાં છે. ફિલ્મ પોતાની અનોખી વિષયવસ્તુથી પહેલેથી જ ધ્યાન ખેંચ્યું હતું અને હવે તે ઇન્ડિયન સાઇન લેંગ્વેજ સાથે વધુ એક મહત્વપૂર્ણ પગલું લઈ રહી છે, ત્યારે આખરી સવાલ આવી પ્રથમ હિન્દી ફીચર ફિલ્મ બનશે.નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક અભિજીત મોહન વરાંગ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું ટીઝર હનુમાનજયંતિ નિમિત્તે રિલીઝ થયું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇતિહાસની ઝલક જોવા મળે છે.

ફિલ્મ માત્ર તેના વિષય માટે જ નહીં, પરંતુ તેની રજૂઆત માટે પણ અલગ ઓળખ ઉભી કરી રહી છે. ફિલ્મમેકર્સે સિનેમાને વધુ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે તેને સાઇન લેંગ્વેજમાં પણ ઉપલબ્ધ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતમાં અંદાજે ૪ થી ૫ કરોડ પ્રજ્ઞાચક્ષુ અને બહેરાશ ધરાવતા લોકો છે અને આ પગલાથી તેઓ પણ ફિલ્મનો આનંદ લઈ શકશે.ખાસ વાત એ છે કે આખરી સવાલ રિલીઝના પહેલા જ દિવસથી જ સાઇન લેંગ્વેજમાં ઉપલબ્ધ રહેશે, જે તેને વધુ દર્શકો સુધી પહોંચાડશે.આ ફિલ્મ નિખિલ નંદા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને નિખિલ નંદા તથા સંજય દત્ત દ્વારા નિર્મિત છે.

સાથે જ પુનીત નંદા, ડૉ. દીપક સિંહ, ગૌરવ દુબે અને ઉજ્જ્વલ આનંદ સહ-નિર્માતા તરીકે જોડાયેલા છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે અને સંવાદ ઉત્કર્ષ નૈથાની દ્વારા લખવામાં આવ્યા છે. આખરી સવાલ ૮ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે અને તેની આ પહેલ ભારતીય સિનેમાને વધુ સમાવેશી બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું માનાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.