Western Times News

Gujarati News

‘હોલિવૂડ હજુ પણ ભારતીયોને બોક્સમાં બંધ કરવાનો પ્રયાસ કરે છે’: પ્રિયા કંસારા

મુંબઈ, પ્રિયા કંસારા, ભારતીય મૂળની હોલિવૂડ એક્ટ્રેસ છે, તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં હોલવૂડની ફિલ્મોમાં ભારતીયોનાં બદલાતાં પ્રતિનિધિત્વ વિશે વાત કરી હતી. પ્રોજેક્ટ હેલ મેરી આ વર્ષે હોલિવૂડની સૌથી મોટી સફળ ફિલ્મોમાંની એક રહી છે. રાયન ગોસ્લિંગની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૫૦૦ મિલિયન ડૉલરથી વધુ કમાણી કરી છે અને તેની વાર્તા, અભિનય અને વિઝ્યુઅલ્સ માટે પ્રશંસા મેળવી છે.

ફિલ્મની નાની સ્ટાર કાસ્ટમાં ભારતીય મૂળની અભિનેત્રી પ્રિયા કંસારા પણ છે, જે રાયનની સ્પેસશિપમાં છૈંને અવાજ આપે છે. તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં પ્રિયાએ અંગ્રેજી ફિલ્મોમાં ભારતીયોનાં બદલાતાં પ્રતિનિધિત્વ વિશે ખુલાસો કર્યાે. પ્રોજેક્ટ હેલ મેરીમાં, પ્રિયા કંસારાએ “મેરી” નામના કમ્પ્યુટર (સ્પેસશિપમાં)ને અવાજ આપ્યો છે. અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૨૨માં બ્રિટિશ પીરિયડ ડ્રામા બ્રિજર્ટનમાં નાની ભૂમિકાથી કરી હતી.

એએનઆઈ સાથેના ઇન્ટરવ્યુમાં, પ્રિયાએ જણાવ્યું કે તેનાં બાળપણથી અત્યાર સુધી ભારતીય અને દક્ષિણ એશિયાઈ પ્રતિનિધિત્વમાં નોંધપાત્ર સુધારો થયો છે.

પ્રિયાએ જણાવ્યું, “હોલિવૂડમાં, તકો, પ્રતિનિધિત્વ અને કન્ટેન્ટના મામલે ઘણો બદલાવ આવ્યો છે. જ્યારે હું બાળક હતી, ત્યારે હું ફિલ્મો અને ટીવી જોતી હતી, બ્રિટિશ, હોલિવૂડ. મને ખૂબ જ ઓછી વખત કોઈ એવી વ્યક્તિ જોવા મળતી જે મારા જેવી દેખાતી હોય અને જો જોવા મળતી તો તે ખૂબ જ સ્ટીરિયોટાઇપિકલ પાત્ર હતું, અથવા હું તેને એકવાર જ જોઈ અને પછી ફરી ક્યારેય ન જોતી.

તેમાં વિવિધતા કે સમાવેશીતાનો અનુભવ નહોતો. પરંતુ જેમ જેમ હું મોટી થઈ, મેં તેમાં વધુ અને વધુ જોયું, વધુ અનોખા પાત્રો, વધુ રસપ્રદ વાર્તાઓ, એવી વસ્તુઓ જે અમને એક બોક્સમાં બંધ ન કરે.”પરંતુ પ્રિયા ઉમેર્યું કે હજુ પણ ભારતીયો અને દક્ષિણ એશિયાઈ લોકોને સ્ટીરિયોટાઇપમાં બોક્સમાં બંધ કરવાનો પ્રયાસ થાય છે, “હું હજુ પણ કેટલીક બાબતો જોઈ છે જે અમને બોક્સમાં બંધ કરે છે અને તે મુશ્કેલ છે કારણ કે ઘણું સુધાર્યું છે.

મારી કારકિર્દી તેનું ઉદાહરણ છે. મેં ઘણા એવા રોલ્સ કર્યા છે જે મેં ક્યારેય વિચાર્યા નહોતા. મેં પીરિયડ ડ્રામામાં કામ કર્યું—એ મારો પેહલો મોટો રોલ હતો અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એવું કરી શકીશ. મેં ક્યારેય મારા જેવાં દેખાતાં કોઈને એ કરતાં જોયાં નહોતાં અને હું એકલી જ નહીં, પણ તે શોમાં બે મુખ્ય અભિનેત્રીઓ પણ દક્ષિણ એશિયાઈ હતી. તે મારા માટે આંખ ઉઘાડનારો અનુભવ હતો અને તે જોવું અદ્ભુત હતું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.