Western Times News

Gujarati News

બંગાળમાં રેલી, રોડ શોમાં ભાગ લઈ ધાર્મિક તીર્થયાત્રા જેવો અનુભવ થયોઃ મોદી

File

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી સભાઓ અને રોડ શોમાં ભાગ લઈને એવું લાગે છે કે, જાણે કોઈ ધાર્મિક તીર્થયાત્રા કરી રહ્યો હોવું તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પૂર્વે રાજ્યના નાગરિકોને સંબોધી જારી કરેલાં એક ઓડિયો મેસેજમાં જણાવ્યું હતું.

બીજા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે પશ્ચિમ બંગાળના લોકોને લખેલાં એક ખુલ્લા પત્ર અને ઓડિયો મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે અને તેઓ લોકો સાથે મળીને શપથ ગ્રહણ સમારંભની ઉજવણી કરશે. તીવ્ર ગરમી વચ્ચે અહીં સંખ્યાબંધ રેલીઓને સંબોધી હોવા છતાં મને સહેજ પણ થાક નહોતો અનુભવાયો. અહીંની રેલીઓ, રોડ શો મને તીર્થયાત્રા જેવા લાગ્યાં છે.

હું જ્યારે પણ માં કાળીના ભક્તો પાસે ગયો ત્યારે કદાચ માં કાળીએ જ મારામાં ઉર્જાનો સંચાર કર્યાે હતો. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે મને જેવી ઉર્જાનો અનુભવ થયો હતો તેવો જ અનુભવ મને અહીં ચૂંટણી પ્રચાર દરમિયાન થયો હતો. ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની સુરક્ષા અને તેની સેવા કરવી એ મારી જવાબદારી છે. હું મારી જવાબદારીમાંથી ક્યારેય પીછેહઠ નહીં કરું.

આપણે સૌ સાથે મળીને રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લઈશું. રાજ્યમાં સત્તા પરિવર્તનની હાકલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક પરિવારે પરિવર્તનનો નિર્ધાર કર્યાે છે.ગંગટોકઃ સિક્કીમની રચનાના ૫૦ વર્ષની ઉજવણીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજધાની ગંગટોક પહોંચ્યાં હતાં. અહીં તેમણે ભવ્ય રોડ શોમાં ભાગ લઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

રાજ્યના ગવર્નર ઓમ પ્રકાશ માથુર તથા મુખ્યમંત્રી પ્રેમ સિંઘ તમાંગે, સિક્કીમની પરંપરાગત ભુટિયા કેપ તથા લેપચા કોટમાં સજ્જ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અહીં રાત્રિ રોકાણ કરશે. હેલિપેડથી લોકભવન સુધીના રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનની એક ઝલક જોવા એકત્ર થયાં હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.