Western Times News

Gujarati News

બંગાળમાં ચુંટણી પછી પણ ૬૦ દિવસ સુધી કેન્દ્રીય દળો રહેશેઃ અમીત શાહ

File

(એજન્સી)કોલકતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સોમવારે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણીના પરીણામો પછી પણ આગામી ૬૦ દીવસ સુધી કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત રહેશે.

બેહાલા ખાતે ભવ્ય રોડ શો દરમ્યાન અમીત શાહે મતદારોને દીદીના ગુંડાઓથી ડર્યા વગર અંતીમ તબકકાના મતદાનમાં ભાગ લેવા અપીલ કરી હતી. શાહનું આ નિવેન ચુંટણી પછીની સંભવીત હિસા રોકવા માટે કેન્દ્ર સરકારની કટીબદ્ધતા દર્શાવે છે કે પશ્ચિમ બંગાળમાં ર૯૪ બેઠકો માટે બે તબકકામાં ચુંટણી યોજાઈ રહી છે.

જેમાં પ્રથમ તબકકાનું ૯૩ ટકા જેટલું રેકોર્ડબ્રેક મતદાન થયું છે. શાહે જણાવ્યું કે ચુંટણી પંચે દરેક ખુણે કેન્દ્રીય દળો તૈનાત કર્યા છે. ભલે ચુંટણી બાદ ભાજપ સત્તા પર આવે પરંતુ સુરક્ષા દળો અહી ૬૦ દિવસ વધુ રોકાશે જેથી કોઈ હિસા ન થાય. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં વધુમાં ઉમેયું કે ચોથી મેના રોજ મતગણતરી બાદ ભાજપની સરકાર બનતા જ રાજકીય હિંસા અને ઘુસણખોરીમાં સામેલ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહમંત્રીએ મમતા બેનર્જી પર પ્રહાર કરતા કહયું કે તૃણમુલ કોગ્રેસ વોટબેકના રાજકારણ માટે ગેરકાયદેસરઈમીગ્રેન્ટસને રક્ષણ આપી રહી છે. તેમણે રાજયનાં સમાન નાગરીક સંહીતા યુસીસી લાગુ કરવાની અને બહુપત્નીત્વ પ્રથા બંધ કરવાની ખાતરી આપી હતી.

અમીત શાહે હુમાયુ કબીરના સંદર્ભમાં રામ મંદીર અને બાબરી મસ્જીદનો મુદો ઉઠાવીને આકરા પ્રહાર કર્યા હતાં. પ્રચારના અંતીમ દિવસે શાહે ગંગાસાગરની મુલાકાત લઈ કપીલ મુનિના આશ્રમમાં પુજા-અર્ચના કરી હતી. ૯ એપ્રીલે યોજાનારા બીજા તબકકાના મતદાન પહેલા ભાજપે આક્રમક પ્રચાર કરીને રાજયમાં સોનારબાંગ્લા બનાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.