ભ્રષ્ટ લોકોનાં હાથમાં છે આમ આદમી પાર્ટીનું સુકાનઃ રાઘવ ચઠ્ઠા
આમઆદમી પાર્ટીનો માહોલ ઝેરીલો હોવાનો દાવો
(એજન્સી)નવીદિલ્હી, રાજકારણમાં આમઆદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈને પોતાની નવી પાર્ટી શરૂ કરનાર રાઘવ ચઠ્ઠાએ ભાજપમાં જોડાવાનાં તેમના નિર્ણય સામે ઉઠી રહેલા સવાલોનો સોમવારે જવાબ આપ્યો હતો. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડીયો જાહેર કરીને તેમનાં નિર્ણયો માટેનાં કારણો જણાવ્યા હતા.
તેમણે કહયુંકે, મારૂ કરીયર બનાવવા હું રાજકારણમાં નથી આવ્યો. પહેલા હું ચાર્ટડ એકાઉન્ટ હતો. હું એક રાજકીય પક્ષનો સંસ્થાકપક સભ્ય બન્યો હતો. મે મારી યુવાનીનાં ૧પ વર્ષ આ પાર્ટી પાછળ ખર્ચ્યા હતા. ખુન પસીના અને મહેનતથી પાર્ટીને સિંચી હતી. હવે આજે તે જુની પાર્ટી જેવી રહી નથી. પાર્ટીનો આંતરીક માહોલ ઝેરીલો છે. તમને કામ કરતા રોકવામાં આવે છે.
સંસદમાં બોલતા રોકવામાં આવે છે. આજકાલ આમ આદમી પાર્ટી કેટલાક ભ્રષ્ટ અને સમાધાનકરનાર લોકોનાં હાથમાં ફસાઈ ગઈ છે. રાઘવે કહયું કે મને એવું લાગી રહયું હતું કે શાયદ એક યોગ્ય વ્યકિત ખોટી પાર્ટીમાં આવી ગયો છે.
આવા સંજોગોમાં મારી પાસે ૩ વિકલ્પ હતા. પહેલો વિકલ્પ રાજકારણ છોડવાનો હતો. બીજો આ પાર્ટીને રહીને સ્થિતી સુધારવાનો હતો જે થયો નહી અને ત્રીજો વિકલ્પ મારી શકિતનો યોગ્ય ઉપયોગ કરીને રાજકારણમાં રહેવાનો હતો.
એક પાટી સાથે જોડાઈને સકારાત્મક રાજનીતી કરવાનો હતો. પાર્ટી છોડનાર હું એકલો સાંસદ નથી મારી સાથે બીજા ૬ સાંસદોએ પાટીથી નાતો તોડી નાંખ્યો છે. એક વ્યકિત ખોટો હોઈ શકે પણ સાત લોકો ખોટા ન હોઈ શકે.
