તૂર્કીયેમાં ભરાઇને બેઠેલા ડોન દાઉદના સાગરિત સલિમને ભારત લવાયો
નવી દિલ્હી, ભારતને મળેલી એક મોટી સફળતામાં નાર્કાેટિસ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓ મંગળવારે આંતરરાષ્ટ્રીય સ્તરે માદક દ્રવ્યોની હેરાફેરી કરતા દાણચોર મોહંમદ સલિમ ડોલાને ભારત લઇ આવ્યા હતા અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો, એમ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ખૂબ નજીકના સાથીદાર ગણાતા સલિમ ડોલાને માર્ચ-૨૦૨૪માં ભારતે કરેલી વિનંતીથી ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલી નોટિસના આધારે મંગળવારે તૂર્કીયેમાંથી ઝડપી લેવાયો હતો. ભારતમાં ડ્રગ્સની હેરાફેરીના અનેક કેસમાં સલિમ મોસ્ટ વોન્ટેડ ગુનેગાર જાહેર થયેલો હતો અને છેલ્લાં કેટલાંય સમયથી તે ભારતની વિવિધ એજન્સીઓને થાપ આપીને ભાગતો ફરતો હતો.
સલિમે છેલ્લાં કેટલાંય વર્ષાે ડ્રગ્સની હેરાફેરી કરીને એક આંતરરાષ્ટ્રીય સિન્ડીકેટ બનાવી હતી અને આ સિન્ડીકેટના સભ્યોએ ભેગા મળીને આળિકા, મધ્ય-પૂર્વના દેશો અને યુરોપના સંખ્યાબંધ દેશોમાં ડ્રગ્સની હેરાફેરી માટે એક મજબૂત નેટવર્ક ઉભું કર્યું હતું.
માદક દ્રવ્યોની હેરાફેરી કરતી સિન્ડીકેટ સામે ઝીરો ટોલરન્સની નીતિ ઉપર ભાર મૂકતા ગૃહમંત્રી અમિત શાહે એક્સ ઉપર મૂકેલી એક પોસ્ટમાં કહ્યું હતું કે, ડ્રગ્સની હેરાફેરી કરતી સિન્ડીકેટને જડમૂળમાંથી ઉખેડી નાંખવાના મોદી સરકારના મિશન અંતર્ગત આપણી નાર્કાેટિક્સ એજન્સીએ વૈશ્વિક એજન્સીઓના માધ્યમથી હવે તેના પંજા સરહદ પાર વિદેશો સુધી ફેલાવ્યા છે, તેથી હવે તેઓ ક્યાં છુપાયેલાં છે તે મહત્વનું રહેતુ નથી, કેમ કે તેઓના માટે હવે કોઇ સ્થાન સલામત રહ્યું નથી.SS1MS
