Western Times News

Gujarati News

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ચાલતી કારમાં આગ લાગતા ૫ જીવતા ભૂંજાયા

નવી દિલ્હી, રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના ૫ સભ્યો ચાલતી કારમાં આગ લાગવાના કારણે જીવતા ભૂંજાયા હતા.

આ દુર્ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે.ડીએસપી કૈલાશ જિંદાલના જણાવ્યા મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોજપુર નજીક પિલર નંબર ૧૧૫/૩૦૦ પાસે રાત્રે ૧ વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. કાર દિલ્હીથી કોટા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ હતી.આ અકસ્માતમાં મધ્યપ્રદેશના શ્યોપુરના રહેવાસી ૩ મહિલાઓ, એક બાળકી અને એક પુરુષ સહિત કુલ ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

કાર ચાલક વિનોદ કુમાર મેહરે કારમાંથી કૂદીને મહામુશ્કેલીએ પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ તે ૮૦% જેટલો દાઝી ગયો છે.દુર્ઘટનાની જાણ થતા જ દ્ગૐછૈં ની પેટ્રોલિંગ ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા ડ્રાઈવરને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. એસપી એ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને મૃતકોની ઓળખ કરવા અને તપાસ તેજ કરવા નિર્દેશ આપ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.