ભારતના આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
File Photo
(એજન્સી)નવી દિલ્હી, આઈએમડી અનુસાર દેશમાં સાઇક્લોનિક સર્કુલેશનના રૂપમાં પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ છે. પંજાબ, ઉત્તર-પૂર્વી રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વી ઉત્તર પ્રદેશની આસ-પાસના ક્ષેત્રોમાં સાઇક્લોનિક સર્કુલેશન બનેલું છે.
૨ મેથી પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં એક નવું પશ્ચિમી વિક્ષોભ આવવાની સંભાવના પણ બનેલી છે. તેની અસરથી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ થશે. દેશની રાજધાની દિલ્હીમાં ૩૦ એપ્રિલે વાદળો છવાયેલા રહેશે. સાંજે કે રાત્રે હળવા વરસાદની સંભાવના છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે.
એક અને બે મેએ વાદળો છવાયેલા રહેશે. ત્રણથી પાંચ મેથી હવાની ગતિ ૩૦થી ૪૦ કિમી સુધી પહોંચી શકે છે. આઈએમડી અનુસાર ઉત્તર-પશ્ચિમ ભારતમાં અને જમ્મુ-કાશ્મીરમાં ૩થી ૫ મે વચ્ચે હળવો વરસાદ અને બર્ફવર્ષા થઈ શકે છે. હિમાચલ પ્રદેશમાં ૩થી ૪ મે, ઉત્તરાખંડમાં ૫ મે સુધી વરસાદ પડી શકે છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ૨થી ૫ મે વચ્ચે હળવો વરસાદ થવાથી ગરમીમાં રાહત મળી શકે છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમી રાજસ્થાન, પૂર્વી રાજસ્થાનમાં ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપી આંધી જોવા મળી શકે છે. તો કેટલીક જગ્યાએ વરસાદની સાથે કરાં પડી શકે છે.
આઈએમડી અનુસાર પૂર્વોત્તરમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ગતિ ૫૦-૭૦ કિમી રહી શકે છે. અરૂણાચલ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
