Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી હોનારત: ડેમમાં ૩૧ પ્રવાસીઓ ભરેલી ક્રૂઝ પલટી, ૪ ના મોત

૧૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

(એજન્સી)જબલપુર, મધ્યપ્રદેશના જબલપુરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ બરગી ડેમમાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. નર્મદા નદીના બેકવોટરમાં પ્રવાસીઓથી ભરેલી એક ક્રૂઝ અચાનક ડૂબી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.

૧૫ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે ચારના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ, અચાનક આવેલા તોફાન અને ભારે પવનને કારણે ક્રૂઝનું સંતુલન બગડ્‌યું હતું અને તે પાણીમાં ડૂબી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દુર્ઘટના સમયે ક્રૂઝ પર અંદાજે ૩૫થી ૪૦ પ્રવાસીઓ સવાર હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં ૧૫થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, હજુ પણ ઘણા પ્રવાસીઓ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેમના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે.

આ ચાર મૃતદેહોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસ-પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે અને ગોતાખોરો દ્વારા લાપતા લોકોની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ક્રૂઝ ડૂબી જવાની ઘટના સામે આવતાં વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

Jabalpur, Madhya Pradesh: A tragic accident at Bargi Dam after a cruise boat capsized following strong winds in the evening. According to initial reports, 31 people were on board. So far, 15 have been rescued, while 4 bodies have been recovered. Several others are still missing, and rescue operations are underway. A survivor says, “We were all sitting properly when suddenly strong winds started blowing, and heavy waves began rising. People from the nearby village were also warning the cruise operator to move towards the side as the weather had turned bad…But before anything could be done, water entered and the cruise overturned.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.