Western Times News

Gujarati News

ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત

દ્વારકા, યાત્રાધામ દ્વારકાને જોડતા ખંભાળિયા-દ્વારકા હાઈવે પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હાબરડીના પાટીયા નજીક એક કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

મળતી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે એક કાર ખંભાળિયાથી દ્વારકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન હાબરડીના પાટીયા પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

વિગતઆ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.

અકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.