Western Times News

Gujarati News

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૯૯૩નો વધારો

નવી દિલ્હી, દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ૧ મે ૨૦૨૬થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે.

આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૦૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત ૩૦૭૧.૫૦ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ ૧ એપ્રિલના રોજ ૨૦૭૮.૫૦ રૂપિયા હતી.

આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે.

ગેસના ભાવમાં વધારા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બ્લોક હોવાને કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. પુરવઠામાં ઘટાડો અને અન્ય સ્થળોએથી આયાત વધારવાને કારણે વધારાની પડતર કિંમતનો બોજ ગ્રાહકો પર આવ્યો છે.કોમર્શિયલ ગેસ મોંઘો થવાને કારણે હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર ભાર વધશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.