ભારત-ચીન સહિત ૬ દેશમાં આઈપી રાઈટ્સનું રક્ષણ જરૂરીઃ યુએસ રિપોર્ટ
વોશિંગ્ટન, ટ્રેડિંગ પાર્ટનર દેશોમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સના પાલન તથા રક્ષણમાં અસરકારકતા લાવવા કાર્યરત યુએસ ટ્રેડ રીપ્રેઝન્ટેટિવ દ્વારા ૩૦૧ પાનાનો રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે. તેમાં ભારત, ચીન અને રશિયા સહિત ૬ દેશને પ્રાયોરિટી વોચ લિસ્ટમાં રખાયા છે.
ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પ્રોટેક્શન એન્ડ એન્ફોર્સમેન્ટ ૨૦૨૬ શીર્ષક હેઠળ યુએસટીઆર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આ વિશેષ અહેવાલમાં વિયેટનામને પ્રાયોરિટી ફોરેન કન્ટ્રી જાહેર કરાયું છે. છેલ્લા ૧૩ વર્ષમાં પ્રથમ વખત વિયેટનામનો આ કેટેગરી હેઠળ સમાવેશ થયો છે. આઈપી સંબંધિત કાયદા, નીતિ અને અમલમાં સૌથી વધુ ઢીલાશ ધરાવતા દેશને પીએફસી કેટેગરીમાં રાખવામાં આવે છે.
આ કેટેગરી હેટળના દેશમાં યુએસ પ્રોડક્ટ્સને સૌથી વધુ હાનિ પહોંચતી હોય છે. યુએસટીઆરના જણાવ્યા મુજબ, વિયેટનામ ક્યારેય આઈપી રાઈટ્સના રક્ષણ માટે અસરકાર કાયદા બનાવવા અને તેનો અમલ કરવા માટે નિષ્ઠાપૂર્વક વાટાઘાટો કરતું નથી. પ્રાયોરિટી વોચ લિસ્ટમાં રખાયેલા દેશોમાં આઈપી પ્રોટેક્શનના અમલ અથવા માર્કેટ એસેસ બાબતે કોઈ સમસ્યા રહેતી હોય છે. આવા ૧૯ દેશની યાદીમાં યુરોપિયન યુનિયન, તુર્કીયે અને પાકિસ્તાન આવે છે.SS1MS
